તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ જંગ:બરોડા ક્રિકેટ એસો. આયોજિત અંડર-14 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્ના.માં બીલીમોરા ચેમ્પિયન

બીલીમોરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણની ટીમને 75 રને હરાવી, મેન ઓફ ધી મેચ અને બેસ્ટ બોલર જહાન નાયક

બીલીમોરા બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવેલ અંડર-14 ફાઇનલ ઇન્ટર ડિસ્ટ્રિકટ વન ડે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બરોડાના ડભોઈ ગામના મેદાન પર બીલીમોરા અને પાટણ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં બીલીમોરા ટીમે 75 રનથી ભવ્ય જીત મેળવી ચેમ્પિયનશીપ ટ્રોફી પોતાના નામે કરી હતી.

ગ્રામ્ય વિસ્તારના ક્રિકેટ ક્ષેત્રે બાળકોની પ્રતિભાને તક આપવા બરોડા ક્રિકેટ એસોસિએશન આયોજિત નોકઆઉટ અંડર-14 ઇન્ટર ડિસ્ટ્રિકટ વન ડે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બરોડાની ટીમમાંથી પાટણ અને નવસારીની ચાર ટીમમાંથી બીલીમોરા ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ડભોઈના મેદાનમાં ફાઇનલ મુકાબલો પાટણ અને બીલીમોરા ટીમ વચ્ચે યોજાયો હતો. જેમાં બીલીમોરા ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી 115 રનનો ટાર્ગેટ પાટણ ટીમને આપ્યો હતો.

પાટણ ટીમ ફક્ત 40 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જેને લઇ બીલીમોરા ટીમે 75 રનથી ભવ્ય જીત મેળવી હતી. ફાઇનલમાં મેન ઓફ ધી મેચ અને બેસ્ટ બોલર જહાન નાયક, બેસ્ટ બેટ્સમેન અમિત બાગેલ જાહેર કરી સમ્માનિત કરાતા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાઇનલ મેચ બાદ યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં બીસીએના હોદ્દેદારો અને આંતરરાષ્ટ્રીય ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ બેદાડેએ વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ આપી સમ્માનિત કરી હતી. ટીમ કોચ સૌકત દુકાનવાલા, નટુભાઈ પટેલ સહિત સમગ્ર ટ્રેનિંગ સ્ટાફ અને બીલીમોરા નગરજનો તરફથી બીલીમોરા ટીમના ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટને લઇ સ્થાનિક યુવાનોમાં પણ ક્રિકેટ પ્રત્યે વધુ લગાવ જાગ્યો હતો. ભવિષ્યમાં બરોડા ક્રિકેટ એસોસિએશનમાં બીલીમોરાના યુવાનો પણ વધુને વધુ પસંદગી પામે તેવી સ્થાનિક ક્રિકેટરોએ આશા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો