વારસાની જાળવણી:બીલીમોરાના પ્રથમ અને દાદુ માસ્તરના ગણપતિ તરીકે ઓળખાતા શ્રીજીની એક કલાક સુધી લાંબી આરતીનો અનેરો મહિમા યથાવત

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ સાંજે 10 દિવસ મરાઠી પરંપરા અનુસાર 1 કલાક જેટલી લાંબી આરતી અને શોપચારે પુજા કરવામાં આવે છે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ચેતવણી આરોયય ક્ષેત્રના તજજ્ઞો આપી રહ્યા છે. સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે ત્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન પણ કોરોના સંક્રમણ વધવાની શકયતા વર્તાઈ રહી છે. ત્યારે સરકારે ગણેશ ઉત્સવ માટે વિશેષ ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ જ સૌએ ગણેશજીની સ્થાપના કરવાનું જણાવવામાં આવ્યું છે.

આ ગણેશોત્સવમાં કોરોનાને પગલે બીલીમોરાના પ્રથમ અને દાદુ માસ્તરના ગણપતિ તરીકે ઓળખાતા ગણપતિ બાપ્પાના ઉત્સવની ઉજવણી સ્થાપન, પુજન વિસર્જન સરકારની સંપુર્ણ કોરોના ગાઈડલાઈન અનુસાર કરવાનું ઠરાવ્યું છે. વિશાળ 150 ફૂટ લાંબા મંડપ સાથે જાજરમાન મોટા ગણપતિ બિરાજમાન હોય છે. જ્યાં રોજ સાંજે 10 દિવસ મરાઠી પરંપરા અનુસાર 1 કલાક જેટલી લાંબી આરતી કરવામાં આવે છે. અને ષોડશોપચારે પુજા કરવામાં આવે છે. દાદુ માસ્તરના ગણપતિ માનતાના ગણપતિ હોય આ મંડળમાં દર્શન માટે હંમેશા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.

બે વર્ષથી સતત ગણેશ ઉત્સવને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જે અંતર્ગત આ વર્ષે પણ મોટા ગણપતિ મંડળ દ્વારા ગણપતિની સ્થાપના મંડળના હોલમાં જ કરવામાં આવી છે. જ્યાં લોકો બાપ્પાની આરતી દર્શનનો લાભ લેશે. જે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોની ભીડ એકત્ર નહીં થાય તેમજ સૌ બાપ્પાના વ્યવસ્થિત લાઈન બંધ દર્શન કરી શકે અને આરતીનો પણ લાભ લઇ શકશે.

આ મોટા ગણપતિના વિસર્જન માટે લોકો આતુરતાથી તેમની શોભાયાત્રાની રાહ જોતા હોય છે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે. બીલીમોરાના આ ગણપતિને પ્રથમ ગણપતિનું માન હોય તેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર તેમનું લેઝીમના તાલે વિસર્જન કરવામાં આવે છે ત્યારે મંડળ દ્વારા વિસર્જનની શોભાયાત્રા નહીં કાઢી ગણપતિના સ્થાપના સ્થળે જ વિસર્જન કરવામાં આવનાર છે.

લોકોના આરોગ્યની ચિંતા સાથે સાદાઈપૂર્વક વિસર્જન કરવામાં આવશે. જેથી કોરોનાની ભીતિ થોડા અંશે નિવારી શકાય. આ મંડળ દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ ગણપતિ ઉત્સવ બાબતે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ તેનું પાલન કરશે જે અન્ય બીજા મંડળો માટે પ્રેરણારૂપ છે.

અન્ય સમાચારો પણ છે...