દુર્ઘટના:બીલીમોરા-ગણદેવી રોડ પર આવેલ ગેરેજ અને સલુન આગમાં સ્વાહા

બીલીમોરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે વહેલી સવારે બનેલી ઘટના

બીલીમોરા-ગણદેવી રોડ પર મંગુભાઇ આહિરના કમ્પાઉન્ડમાં આવેલ ટુ વ્હિલર ગેરેજ અને હેર કટીંગ સલૂનમાં ગુરૂવારે વહેલી સવારે અચાનક ભેદી આગ લાગી હતી. આગમાં બન્ને દુકાનનો સામાન બળીને ખાખ થયો હતો. બીલીમોરા-ગણદેવી રોડ પર મંગુભાઈ આહિરના કમ્પાઉન્ડમાં ઉદય ઓટો ગેરેજ અને તેની બાજુમાં આવેલ ઐયુબભાઈના હેર કટીંગ સલૂન વર્ષોથી ભાડેથી ચાલે છે. બન્ને કેબિનો લાકડાની છે. જેમાં ગુરૂવારે વહેલી સવાર 2 વાગ્યાના અરસામાં ભેદી સંજોગોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

બન્ને કેબીનો લાકડાની બનેલી હોવાથી તમામ સરસામાન આગમાં બળીને સ્વાહા થઈ ગયો હતો. પાલિકા ફાયરને ઘટનનાની જાણ થતાં બંબા ઘટનાસ્થળે ધસી જઈને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જેમાં જેમાં સ્કુટી પેપ (નં. GJ-21-H-5375) સાથે ગેરેજમાં રહેલ અન્ય સામાન તેમજ હેર કટીંગ સલૂનનો સરસામાન બળી ગયો હતો. આ ઘટના બાબતે સંતોષ રામજીભાઈ શર્માએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...