તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરામાં રખડતાં ઢોરોએ માઝા મૂકી છે. અકસ્માત નોતરતા આ રખડતા ઢોરોને લઈ નાગરિકો હેરાન પરેશાન તેમના મળમૂત્રના કારને પારાવાર ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રસ્ત. દુકાનોની સામે બેસી રહેતા ઢોરોના કારણે દુકાનદારો પણ મુશ્કેલી વેઠી રહ્યાં છે. માલિકો દ્વારા છોડી મુકાતા ઢોરોને કારણે નગરજનો ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. ગમે ત્યાં અડીંગો જમાવતા ઢોરોના કારણે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેમજ ખેતરોમાં ભેલાણ થતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.
દરમિયાન બીલીમોરા ગૌહરબાગમાં રખડતા ઢોરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં બીલીમોરા ગૌહરબાગ વિસ્તારમાં આવેલી અતુલ બેકરી સામે રખડતા ઢોરોએ ઉત્પાત મચાવ્યો હતો. એક બનાવમાં બેકરીમાં કામ કરતી એક યુવતી જ્યારે દુકાન બહાર કચરો વાળી રહી હતી ત્યારે અચાનક જ એક તરફથી ચારથી પાંચ રાખડતા ઢોરો નાસતા ભાગતા આવી ચડ્યા હતા. એક બાદ એક ઢોરો આ યુવતી જ્યાં કચરો વાળી રહી હતી તેની નજીકથી પસાર થયાં હતાં. જેના કારણે યુવતી એકદમ ગભરાઈ ગઇ હતી અને સમયસર સાઈડ થઈ જતા તેનો આબાદ બચાવ થયો હતો. બીજા એક બનાવમાં એક મહિલા અતુલ બેકરીની બહાર ફૂટપાથ પર બેસી હતી. તે સમયે બે ઢોરો લડતાં લડતા આ મહિલા સામે ધસી આવ્યા હતા. જ્યાં ઢોરો જોકે મહિલા નજીકથી પસાર થઈ ગયા હતા અને મહિલા પણ સમય રહેતા દૂર હટી જતા તેનો પણ આબાદ બચાવ થયો હતો.
આમ જોવા જઈએ તો ગણદેવી તાલુકામાં સેંકડો હેકટર જમીન ગૌચરની છે. ગૌચરની અનામત જમીન ઉપર ઠેરઠેર દબાણો ઉભા થયા છે. જેને કારણે ઢોરો રસ્તામાં અડિંગો જમાવી બેસી રહે છે. જેમાં બીલીમોરા શહેરના ગૌરવપથ, સ્ટેશન રોડ, સરદાર માર્કેટ માર્ગ, બીગરી ચાર રસ્તા, ગણદેવી ચાર રસ્તા વંદેમાતરમ ચોક, બજાર ચોક, ધનોરી નાકા, વલોટી ત્રણ રસ્તા, કરંજ દેવી માર્ગ, ધમડાછા માર્ગ તેમજ આંતલિયા ચાર રસ્તા સહિત અનેક રાજમાર્ગો ઉપર ઢોરો અડિંગો જમાવી બેસે છે. સરકારના ઉદાસીન વલણને પગલે પાંજરાપોળ કે રખડતા ઢોરો માટે સમગ્ર તાલુકામાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. હાલ દરેક જગ્યાએ રખડતા ઢોરો એ માઝા મૂકી છે. અવાર-નવાર આવા રખડતા ઢોરોને કારણે ઘણી જગ્યાએ નાના-મોટા અકસ્માતો બનવા પામે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.