તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળછાયુ વાતાવરણ:વાતાવરણ પલટાતા ખેતી પાકને બચાવવા દવાઓનો છંટકાવ શરૂ

બીલીમોરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગણદેવીમાં મંજરી અને ચીકુને નુકસાન થવાની ભીતિ

છેલ્લા કેટલાય દિવસથી ગણદેવી તાલુકામાં થોડા પ્રમાણમાં વાદળછાયા વાતાવરણના કારણે આમ્ર મંજરીઓને અને ચીકુના પાકને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. દવાના છંટકાવ બાદ વાતાવરણ પલટાતા ફરી દવાનો છંટકાવ કરવો પડ્યો હતો. હાલ સમગ્ર ગણદેવી પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. લોકો શિયાળની ઋતુમાં બબ્બે ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો રહે છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

દરમિયાન દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ પણ છવાયેલુ રહે છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. આંબા પર લાગેલી આમ્ર મંજરીને નુકશાન થવાની સાંભવનાઓ વધી હતી. વાદળછાયા વાતાવરણના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને પાકમાં જીવાત પડવાની ભીતિ સેવાઇ રહી છે. તેવીજ હાલત કેરી અને ચીકુના પાકોની થઈ છે. દવાઓના છંટકાવ બાદ પણ વાતાવરણના પલટાને કારણે ખેડૂતોએ દવા ફરી દવા છાંટવાની નોબત આવી છે. આમ્ર મંજરી કાળી પડવાની અને ચીકુનો પાક પણ બગડવાની નોબત આવી છે.

રાત્રી દરમિયાન પડતી ઝાકળ પણ પાકોને નુકશાન કરી રહી છે. જે પણ ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેમ હતું. કુદરતી રીતે આવતા વાતાવરણના પલટાને કારણે ખેડુતોને ભારે આર્થિક નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે. દિવસે દિવસે ખેતી ખર્ચાળ બની રહી છે અને ખેતપેદાશો પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળતા નથી. જેમાં આવા કુદરતી ફેરફારો મુશ્કેલી વધારે છે. ગણદેવી તાલુકો બાગયતી તાલુકો છે, અહીંથી ચીકુ અને કેરી મુખ્ય પાકો છે. ત્યારે ખેડૂતો દવાઓનો છંટકાવ કરી ખેત પેદાશો બચાવવા મથામણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો