નિર્ણય:જવેલર્સ છેતરપિંડી પ્રકરણમાં ભાઈ-બહેન સબજેલમાં ધકેલાયા

બીલીમોરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીલીમોરાના આર.એ.પરીખ જવેલર્સ પાસેથી 1692.320 ગ્રામનું રૂ. 60.71 લાખનું સોનુ ખરીદી તેના નાણાં નહીં ચૂકવી જવેલર્સ સાથે બીલીમોરાના ભાઈ-બહેને કરેલી છેતરપિંડી પ્રકરણમાં બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં આરોપીના વકીલે કોર્ટ સમક્ષ જામીન અરજી રજૂ કરી હતી. જે અંગે કોર્ટે સોમવારે સુનાવણી રાખતા બંને આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા હતા.

આર.એ. પરીખમાંથી બીલીમોરા જગદીશ નગરમાં દીપ બંગલોઝમાં રહેતા જયમીન નીલકંઠભાઈ પટેલ અને તેની બહેન અરિશ્મા બિરેનભાઈ પટેલે 1692.320 ગ્રામના રૂ. 60.71 લાખના દાગીનાની ખરીદી કરી રૂપિયા નહીં ચૂકવતા જવેલર્સે ભાઈ બહેન વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં નોંધાવેલ વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદમાં ભાઈ-બહેનના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યાં તેમના વકીલે જામીન અરજી રજૂ કરી હતી. જેમાં કોર્ટે સોમવારે સુનાવણી રાખતા બંને આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં નવસારી સબજેલમાં ધકેલાયા હતા.

આ પ્રકરણમાં અરિશ્મા પટેલે તમામ દાગીના દેવસર ગામે રહેતા હર્ષિલ જયેશભાઇ નાયકને આપ્યા હોવાનું જણાવ્યું છે. જે દાગીના હર્ષિલ નાયકે બીલીમોરાની મુથુટ ફિનકોપ લિ.માં થોડા-થોડા દાગીના ગીરવે મૂકી લોન લીધી હોવાનું સામે આવતા હર્ષિલ ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...