તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર બેધ્યાન:બીલીમોરા ચીમોડિયા નાકા બ્રિજના ખાડામાં ગટરના પાણી, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન

બીલીમોરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા ચીમોડિયા નાકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા ઓવરબ્રિજના કામથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ ચીમોડિયા નાકા પાસે ઓવરબ્રિજ માટેના કોલમ બનાવવા કરવામાં આવેલા ખાડાની બાજુમાંથી પસાર થઈ ભુગર્ભ લાઈનમાં લિકેજના કારણે તેનું પાણી આ ઓવરબ્રિજના માટે કરવામાં આવેલ ખાડામાં ભરાઈ રહ્યું છે. ગટરીયા પાણીના કારણે આ ખાડામાં ગંદુ પાણીનો ભરાવો થતા દુર્ગંધના કારણે ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. આ ગટરીયા પાણીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ પણ ભારે વધી રહ્યો છે.

આ ખાડા નજીક નાસ્તા અને ચાઈનીઝ વાનગીઓની ખાણીપીણીની લારીઓ હોય આ ગંદા પાણીના ભરાવાને કારણે આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. આ બાબતે પાલિકામાં રજૂઆત કરાઇ હતી. જ્યાં પાલિકા દ્વારા આ ગટરીયા પાણી અટકાવ લાઈન દુરસ્તીની કામગીરી હાથ ધરી હતી. બીલીમોરા પાલિકા અને ઓવરબ્રિજના ઇજારદાર વચ્ચે સંકલન અભાવે પાણીની ગટર સહિત અનેક ભૂગર્ભમાંથી પસાર થતી લાઈનો વારંવારની તૂટવાની ઘટના બની છે, જેના કારણે સામાન્ય નાગરિક હેરાન થઈ રહ્યો છે.

પાલિકા દ્વારા ઓવરબ્રિજને નડતરરૂપ ભૂગર્ભ લાઈન હાલ જ શિફટિંગ કરાઇ હતી, તેમ છતાં હજુ પણ ઓવરબ્રિજની કામગીરીમાં આ શિફટીંગ બાદ પણ કઈ રીતે લાઈનો નડતરરૂપ થઈ રહી છે. જે અંગે લાઈન શિફટીંગની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે ત્યારે કેટલાય સમયથી ચાલતા આ ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને ત્રાસમાંથી મુક્તિ મળે એવી લોકો લાગણી દર્શાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો