તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ કોરોનાના કારણે રેલવે બંધ છે. જોકે રેલવે દ્વારા લાંબા અંતરની ટ્રેનો તેમજ ગુડ્ઝ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે ટ્રેનની અડફેટે આવી ઘણા અકસ્માત સામે આવતા હોય છે તેમજ ઘણીવાર રેલવે ટ્રેક નજીક રહેતા લોકો ટ્રેન પર પથ્થર મારી અકસ્માત સર્જતાં હોય છે. તે અંતર્ગત રેલવે પોલીસ આરપીએફ દ્વારા જાગૃતિ અંતર્ગત લોકોને સમજણ આપવામાં આવી હતી. જે અંતર્ગત રેલવે પોલીસના સંતોષકુમાર ગુપ્તા અને અન્ય પોલીસ કર્મચારીઓ કોવિડ ગાઈડલાઈનને અનુસરી દેસરા બીલીમોરામાં રેલવે વિસ્તારની આસપાસ રહેતા લોકોના એકઠા કરી ટ્રેક અને પસાર થતી ટ્રેનો ઉપર પથ્થરમારો ન કરવો, રેલવે ટ્રેકની આજુબાજુ પ્રાણીઓને ચરવા ન મોકલાવવા અને રેલવે પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ નહી કરી અને રેલવે લાઇન ક્રોસ ન કરવા અંગે જાગૃત કર્યા હતા. આ પ્રમાણેના કોઈ કાર્ય કરતા ઝડપાયા તો રેલવેના નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેલવે પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ જઈ રેલવે લાઈન નજીક રહેતા લોકોને સાથે મળીને સમજણ આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.