ચૂંટણી બહિષ્કાર:દેસરા કુંભારવાડના રહીશોનો બેનર લગાવી ચૂંટણી બહિષ્કાર

બીલીમોરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા પાલિકામાં સમાવાયા ને 46 વર્ષે પણ લાભ નહીં

બીલીમોરાના દેસરા ગામને 46 વર્ષ અગાઉ બીલીમોરા નગરપાલિકામાં ભેળવાયું હતું. જ્યાં હજુ 46 વર્ષ બાદ પણ દેસરા જુના કુંભારવાડના રહીશોની જગ્યા હજુ ગામતળમાં બોલાતી હોય અને હજુ તેમના નામો સરકારી કાગળોમાં નહીં ચડતા તેઓ પાલિકાના લાભોથી વંચિત રહેતા દેસરા કુંભારવાડ વિસ્તારના રહીશોએ તેમના આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પોસ્ટર બેનર લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

બીલીમોરા નગરપાલિકામાં વર્ષ-1976માં દેસરા ગામને બીલીમોરા નગરપાલિકામાં સમાવિષ્ટ કરાયું હતું. જેને હાલ 46 વર્ષ વિતી ચૂક્યાં છે, જે બાદ આ દેસરા ગામમાંથી બીલીમોરા પાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલા ગામમાં આવેલ મિલકતોના વેરામાં જેતે માલિકોના નામ દાખલ કરાયા હતા પરંતુ બીજી પ્રોપર્ટીના દસ્તાવેજોમાં દેસરા કુંભારવાડ વિસ્તારના રહીશોના નામો 7/12 ના ઉતારામાં, પ્રોપર્ટી કાર્ડ કે સિટી સર્વેમાં સમાવેશ કરાયો નથી.

બીલીમોરા પાલિકામાં તેઓ નિયમિત રીતે વર્ષોથી ઘરવેરો ભરતા આવ્યાં છે તેમ છતાં હજુ સુધી તેમની જગ્યા ગામતળની જગ્યા બોલે છે. આ કારણે તેઓ ઘણાં લાભોથી વંચિત રહેતા આવ્યા છે. જેથી તેમની આ મુશ્કેલી અને સર્વે કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દેસરા કુંભારવાડ વિસ્તારના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું ઠરાવ્યું છે. હવે પછી પાલિકાનો વેરો નહીં ભરવાની ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...