તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બીલીમોરામાં બંધ પડેલા બે સર્વિસ રોડ શરૂ કરાતાં રાહત

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ S.V. પટેલ અને મહેતા હાઇસ્કૂલ માર્ગ બંધ હતો

બીલીમોરા ચિમોડિયા નાકા એસ.વી.પટેલ માર્ગ અને જે.જે.મહેતા હાઈસ્કૂલ પાસેનો કામચલાઉ સર્વિસ રોડ શરૂ કરાતા લોકોને થોડી રાહત પહોંચી છે. બીલીમોરામાં ચાલી રહેલ ઓવરબ્રિજ ના કામ માટે ચિમોડિયા નાકા તેમજ જે.જે.મહેતા પાસેનો માર્ગ તેમજ એસ.ટી. ડેપો પાસેનો માર્ગ કામગીરીના કારણે બંધ કરાયો હતો. જેને કારણે ચિમોડિયા નાકા વિસ્તારમાં રહેતા તેમજ એસ.વી.પટેલ માર્ગ પરની સોસાયટીના રહીશો તેમજ ધંધો વ્યવસાય ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ચોમાસાની ઋતુમાં આ માર્ગ પર પાણી ભરાતા આ માર્ગે આવન જાવન શક્ય રહેતું ન હતું. લોકોએ જરૂરિયાત વાળી જગ્યાએ પહોંચતા લાંબો ચકરાવો ખાવાનો વારો આવ્યો હતો.

લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. આકસ્મિક સમયે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી ન હતી. જે બાદ હાલ ઓવરબ્રિજના ઇજારદાર દ્વારા ચિમોડિયા નાકા એસ.વી.પટેલ માર્ગ તેમજ જે.જે.મહેતા પાસેનો માર્ગ તેમજ એસ.ટી.ડેપો પાસેનો કામચલાઉ સર્વિસ રોડ શરૂ કરાતા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. હવે ડેપો પાસેનો ઓવરબ્રિજનો સર્વિસ રોડ તેમજ જે.જે.મહેતા પાસેનો માર્ગ તેમજ વિઠ્ઠલનગર સોસાયટી પાસેનો માર્ગ પરથી વાહનોનું આવન જાવન શક્ય બનશે.

જેના કારણે હાલ વાહનચાલકો અને સ્થાનિકો લોકોને પડતી મુશ્કેલીમાં થોડી રાહત પહોંચશે. જોકે ઓવરબ્રિજના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. હાલ ચિમોડિયા નાકા પાસે ગુજરાત ગેસની પાઈપલાઈન શિફ્ટ કરવાની કામગીરી કેટલાય દિવસથી ચાલી રહી છે. જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વહેલી તકે આ ઓવરબ્રિજ બની જાય જેથી મુશ્કેલીનું નિરાકારણ થાય.

અન્ય સમાચારો પણ છે...