તપાસ:બીલીમોરાની યુવતી ગુમ થતાં પોલીસની શોધખોળ શરૂ

બીલીમોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્જન એપાર્ટમેન્ટ, વિઠ્ઠલનગરમાં રહેતી યુવતી મૈત્રી ગોવિંદ ભાનુશાળી, (18 વર્ષ 2 માસ), ગત 29મી જૂને બપોરે 4.30 કલાકે ઘરેથી પરિવારના સભ્યોને કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ હતી. જે બાદ મોડી સાંજ સુધી પરત નહી આવતા પરિવાર ચિંતિત બન્યો હતો. તેણીની આસપાસના વિસ્તારમાં, સગા સંબંધીઓને ત્યાં તેમજ ઘણી જગ્યાએ શોધખોળ કરી હતી. જે બાદ તેનો કોઈ જ પત્તો નહીં લાગતા અંતે પરિવારજનોએ બીલીમોરા પોલીસમાં ગુમ જાણવાજોગ અરજી કરી છે.  તેણી સુરત ખાતે B.Com માં અભ્યાસ કરે છે અને ગુજરાતી, હીન્દી , અંગ્રેજી ભાષા જાણે છે. આ ઘટના અંગે બીલીમોરા એચ.એ રાજેન્દ્રભાઈ લીલાભાઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...