તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:શિષ્યા સાથે અંગત પળોની તસવીરો શિક્ષકે મિત્રને મોકલતા વહેતી થઇ અને લગ્નના કોડ અધૂરા રહ્યાં

બીલીમોરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
વલસાડમાં લગ્નના માંડવેથી બીલીમોરા લોકઅપ સુધી વરરાજાની સફર. - Divya Bhaskar
વલસાડમાં લગ્નના માંડવેથી બીલીમોરા લોકઅપ સુધી વરરાજાની સફર.
 • બીલીમોરાની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકના એક દિવસના રિમાન્ડ

બીલીમોરાની એક શાળાના શિક્ષકનું ત્રણ વર્ષ અગાઉ શાળાની વિદ્યાર્થિની સાથે લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ તેને દગો આપી લગ્ન નહીં કરતાં ભોગ બનનાર વિદ્યાર્થિનીએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને પગલે આ શિક્ષકની મોડી રાત્રે ધરપકડ કરી સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.બીલીમોરાની એક શાળાના સ્ટેટેસ્ટીક અને સંગીત વિષયના શિક્ષક મયુર રાણા (રહે. વલસાડ)એ ત્રણ વર્ષ પૂર્વે 2017માં તેની જ શાળામાં ભણતી સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેને અલગ-અલગ સ્થળોએ દુષ્કર્મ આચરી તેને બે વર્ષ સુધી ભોગવી હતી.

જે બાદ તેને દગો આપી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ આ શિક્ષકના અન્ય સ્થળે લગ્ન થતા હોવાની જાણ ભોગ બનનાર યુવતીને થતાં તેણીએ બીલીમોરા પોલીસમાં આ શિક્ષક સામે ફરિયાદ કરતા પોલીસે શિક્ષક સામે દુષ્કર્મ, પોકસો હેઠળ ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં પોલીસે પીઠી લગાવેલી હાલતમાં જ શિક્ષકને ઉઠાવી લાવી ધરપકડ કરી હતી. બીલીમોરા પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કરી તેના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તેના એક દિવસના એટલે કે 9મીને મંગળવાર બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન શિક્ષકની તપાસ હાથ ધરી તેની પાસેથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવશે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રવિવારે મયુર રાણાના લગ્ન થાય તે પહેલાં જ તેનો ભાંડો ફૂટી જતાં લગ્નમાં ઘોડે ચઢવાના બદલે પોલીસ લોકઅપમાં મૂકાઇ ગયો હતો. જેમાં વિદ્યાર્થિની સાથે તેણે પાડેલા અંગત સંબંધોના ફોટા મયૂરના એક મિત્રએ માગ્યા હતા, જેને મયૂરે મોકલતાં ત્યાંથી તે ફોટો વહેતા થઇ ભોગ બનનાર વિદ્યાર્થિનીના સગા સુધી પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો