સમસ્યા:બીલીમોરાની સુંદરતામાં ગ્રહણ બનેલા ચિતરામણોથી લોકોમાં રોષ

બીલીમોરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી દિવાલો પર ઠેરઠેર લખાણો જોવા મળી રહ્યા છે

બીલીમોરા શહેરમાં રાજકીય પાર્ટીઓ ભલે અલગ અલગ હોય પણ નિશાન એક જ છે સરકારી દિવાલો, પુલ, બીલીમોરા શહેરની દિવાલો રાજકીય પક્ષોની સામસામે જાહેરાતના ચિતરામણ તળે ઢંકાઈ જાય છે. થોડાક સમય અગાઉ બીલીમોરા રેલવે અંડરપાસ ગરનાળા પાસે નવી દિવાલ બનાવવામાં આવી હતી. એ પણ રાજકીય પક્ષોના વિજ્ઞાપન ચિતરામણથી અળગી રહી ન શકી. એક પક્ષ રાજકીય પોસ્ટરો લગાવે તો બીજા પક્ષ દ્વારા રાતોરાત કાગળના પોસ્ટરો હોય તો એને ફાડીને અને જ્યાં કલર પેઇન્ટ હોય તેના ઉપર કલર મારી દેવાયો હતો. બેધડક એની બાજુમાં કલર પેઇન્ટથી પોતાના રાજકીય પક્ષનું ચિતરામણ કરાવ્યું હતું.

ચૂંટણી આચારસંહિતા આવતા જ દિવાલો અને અન્ય જગ્યાએ લાગેલા રાજકીય પક્ષોના ચિન્હ પર કલર મારી દેવાયો હતો. કોઈ સંસ્થા કે અન્ય કોઈ વ્યક્તિએ શહેરની જાહેર મિલકત પર પોતાની જાહેરાતના બેનરો લગાવવા માટે જે તે વિભાગ પાસે મંજૂરી મેળવવી પડે છે. સામાન્ય લોકો માટે જે કાયદાઓ છે તે જ કાયદાઓ રાજકીય પાર્ટીઓ કે અન્ય સંસ્થાઓને નથી લાગતા ? બીલીમોરા જ નહીં પણ ગુજરાતના મોટાભાગના શહેરોના જાહેર સ્થળો અને દિવાલોની આવી જ હાલત જોવા મળી રહી છે. શહેરની સુંદરતામાં વધારો કરનારા ઓવરબ્રિજની દિવાલો સહિત જ્યાં પણ થોડીક જગ્યા મળે ત્યાં પોતાના જાહેરાતના ચિતરામણ કરવા કેટલી યોગ્ય છે એ સૌ બીલીમોરા નગરજનો અને તંત્ર માટે એક સળગતો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...