ગંદકીનું સામ્રાજ્ય:બીલીમોરાની વોચમેન ચાલ પાસે ગંદુ પાણી ઉભરાતા લોકોમાં રોષ

બીલીમોરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહીશોની ફરિયાદ બાદ પણ કોઇ કામ નહીં કરાતા સ્થાનિકોને ભારે હાલાકી

બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગાયકવાડ મિલ વોચમેન ચાલમાં છેલ્લા કેટલાય સમયથી મોહલ્લામાં સાફસફાઈ નહિ કરાતી તેમજ ઉભરાતી ગટરના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રહીશોની વારંવારની લેખિત અને મૌખિક રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહિ કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વહેલી તકે સાફ સફાઇ કરવામાં આવે રજુઆત રહીશોએ જણાવ્યું છે.

બીલીમોરા પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં ગાયકવાડ મિલ ચાલ પાસે આવેલ વોચમેનના રહીશોએ પાલિકાને રજુઆત કરી છે કે, છેલ્લા કેટલાય સમયથી આ આ વોચમેન ચાલ વિસ્તારમાં ભારે ગંદકી ફેલાયેલી છે. તેમજ રહીશોના જણાવ્યા અનુસાર સફાઈ નહિ કરવામાં આવતા હોવાથી ઘણી જગ્યાએ કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ગટરની પણ સાફસફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે પારાવાર ગંદકી ફેલાય છે. ગટરો ઉભરાઈ રહી હોવાનું પણ રહીશો જણાવી રહ્યા છે. કાદવ કીચડ અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો ડર પણ રહેલો છે. અમૃતનગરના સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, પાલિકાના સભ્યોને અને પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે. તેમ છતાં હજુ સુધી આ વોચમેન ચાલ વિસ્તારમાં સફાઈ અંગે કે ગટરસફાઈ અંગે પણ કોઈ જ કામકાજ કરવામાં આવ્યું નથી. વહેલી તકે સ્થાનિક રહીશોની આ તકલીફ દૂર થાય તે માટે વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક દ્વારા ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...