તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાના ઇજારદાર સામે રોષ:વિકાસના નામે વૃક્ષ કાપી નંખાતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ

બીલીમોરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા પાલિકાના ઇજારદાર સામે રોષ ભભૂક્યો

બીલીમોરામાં વૃક્ષારોપણ કરતું ગ્રુપ હરિયાળી દ્વારા બીલીમોરા શહેર તેમજ આસપાસના ગામોમાં હજારો વૃક્ષો વાવી સમાજ માટે મોટું યોગદાન આપી રહ્યાં છે. દરમિયાન હાલ બીલીમોરામાં નગરપાલિકા દ્વારા અમલસાડ માર્ગ પર જ્યુબિલી તળાવ સામે ડિવાઈડરની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે ત્યાં થોડા સમય અગાઉ જ રોપવામાં આવેલ કેસૂડાનું રોપને કોઈને જાણ કર્યા વિના મૂળથી જ કાપી નાંખતા પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ વૃક્ષ કાપી નાંખતા એક પર્યાવરણ પ્રેમીએ સોશિયલ મીડિયા પર આ વૃક્ષને કાપી નાંખવામાં આવતા વૃક્ષ મિસિંગ થયું છે કે વૃક્ષનું મર્ડર કરી નાંખવામાં આવ્યુ હોવાની પોસ્ટ મૂકતાં તે વહેતી થઈ હતી.

આ વૃક્ષ બીલી સ્મશાન પાસે જવાના રસ્તા પાસે ત્રણ રસ્તા પાસે હરિયાળી પ્રોજેક્ટ અંતર્ગત કેસાડાનું વૃક્ષ ખુબ કાળજીથી ઉછેરવા માં આવ્યું હતું પરંતુ નગરપાલિકામાં triangle landscape projectના ભાગરૂપે આ જગ્યાએ કેસુડાનું વૃક્ષ નડતરરૂપ હોય ત્યાંથી કાઢી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે બીલીમોરા પંથકના પર્યાવરણપ્રેમીઓમાં રોષ પ્રગટી ઉઠ્યો હતો.

પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું કે, વિકાસનો કોઈ વિરોધ નથી પરંતુ જો ઝાડ નડતું હોઈ તો જે તે કોન્ટ્રાક્ટરે નગરપાલિકાની પરવાનગી લેવી જોઈતી હતી અને આ ઝાડને બીજી જગ્યાએ પણ સ્થળાંતર કરી શકાયું હોત પરંતુ વિકાસની આંધળી દોડમાં વિનાશ કરવો એ કેટલું ઉચિત ગણાય તેવો પ્રશ્ન આ પ્રકૃતિ પ્રેમીઓ પૂછી રહ્યાં છે. આજે એક રોપા (વૃક્ષ)ને રોપી એને મોટું કરવા જતન કરવા કેટલી મહેનત અને કાળજી લેવી પડતી હોઈ, કેટલો સમય લાગે આ રોપાને વૃક્ષ કરવામાં અને એકદમ જ, એક જ દિવસમાં આમ વૃક્ષ કપાય જાય એ કેટલું ઉચિત ગણાય એમ જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...