તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇમ્પેકટ ફીનો મામલો:17.26 કરોડની વસૂલાતનો કેસ દફતરે કરવા પ્રાદેશિક નિયામકનો હુકમ

બીલીમોરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીલીમોરા નગરપાલિકાના 20 વર્ષ જૂના કેસમાં તત્કાલિન અધિકારીઓ સહિત 38 સભ્યોને રાહત
 • પાલિકા સભ્યે 41 બહુમાળી બિલ્ડીંગને નજીવો દંડ લઇ મંજૂરી આપી દેતા આત્મવિલોપનની ચીમકી આપી કાર્યવાહીની માંગ કરી હતી

બીલીમોરા નગરપાલિકાના 20 વર્ષ જૂના ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપવાના પ્રકરણમાં રૂ. 17.26 કરોડની વસૂલાત પ્રકરણમાં 38 જેટલા આજીમાજી સભ્યો, અધિકારીઓ સામેના કેસમાં સુરત પ્રાદેશિક કમિશ નરે આ તમામની સામેનો કેસ દફતરે કરવાનો હુકમ કરતાં તમામ પક્ષકારોને રાહત અનુભવી છે. આ પ્રકરણમાં 41 બહુમાળી બિલ્ડીંગને નજીવો દંડ લઈ બિલ્ડીંગને મંજૂરી આપી દીધી હોવાના આરોપો થયાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરામાં 20 વર્ષ અગાઉ બીલીમોરા પાલિકાના તત્કાલિન સભ્ય ભરતભાઈ રાવલે નવસારી કલેકટરને બીલીમોરા નગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદે બંધકામોને સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી આડેધડ મંજૂરી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. તેમણે આ બાબતે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. દરમિયાન ગુજરાતમાં વર્ષ-2001માં ભૂકંપ સર્જાતા શહેરની 3 બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી, જેમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ હરકતમાં આવેલા નવસારી કલેકટરે આ બાબતે તપાસ કમિટી નિમી હતી. આ કમિટીની તપાસમાં બીલીમોરા પાલિકા દ્વારા શહેરની 41 બહુમાળી બિલ્ડીંગને કારોબારી સમિતિમાં નજીવો દંડ લઈ મંજૂરી આપી દેવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ કારણે સરકારી તિજોરીને રૂ. 17 કરોડની નુકસાની થઈ હોવાનું જણાયું હતું. જે બાદ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 મુજબ તેમજ 70 મુજબ કાર્યવાહી કરવાની સરકારને ભલામણ કરી હતી. આ પ્રકરણમાં સામેલ તમામ 38 માજી સભ્યો, પ્રમુખ-ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિલ્ડર, સદસ્યો અને ચીફ ઓફિસરે ગાંધીનગર સ્થિત શહેરી વિકાસ ગૃહ નિર્માણની કોર્ટમાં આ પ્રકરણમાં અપીલ કરી હતી. જે બાદ ઈમ્પેક્ટ ફીના કાયદા પ્રમાણે મોટાભાગની બિલ્ડીંગોને ઈમ્પેક્ટ ફી વસૂલી કાયદેસર કરી દીધી હતી. જેમાં બિલ્ડરો 15 કેસમાં નિયામકે હુકમ રદ કર્યા હતા, જે બાદ હાલ આ કેસ સુરતમાં પ્રાદેશિક નિયામક શિપ્રા આગ્રેની કોર્ટમાં ચાલી ગયો હતો અને સુનાવણી હાથ ધરી હતી. આ કેસની તપાસમાં આ બિલ્ડીંગોમાંથી ઘણી બિલ્ડીંગોને ઈમ્પેક્ટ ફી લઈ કાયદેસર કરી હતી.

હાલમાં આ બિલ્ડીંગોમાં લોકો વસવાટ પણ કરે છે. સભ્યોએ તેમના સભ્યપદ દરમિયાન કોઈ ગેરરીતિ આચરી નથી તેમજ સંસ્થાના નાણાંનો ગેરઉપયોગ કર્યો નથી. પાલિકાના કોઈ સભ્યોએ પોતાના માટે ફાળો ઉઘરાવ્યો ન હતો પરંતુ સંસ્થા માટે રૂ. 2 હજારથી 11 હજારના ડોનેશન લીધા બાદ તેની સામે બિલ્ડરો પાસેથી રૂ. 20ના સ્ટેમ્પ પેપર ઉપર લેખિત બાંહેધરી લીધી હતી. આ પ્રકરણમાં નિયામકે તેમના અભ્યાસ બાદ ટાંકયું હતું કે, આ જવાબદારી સી.ઓ., સિટી ઈજનેર, તેમજ કલેકટર કચેરીની થાય છે. તેમને આ પ્રકરણમાં સમયસર કાર્યવાહી કરી ન હોવાનું પણ ટાંકયું છે. હાલ ચૂંટાયેલા સભ્યોને પદ પરથી દૂર કરી શકાય નહીં, કારણ કે તેમની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ છે.

આ પ્રકરણમાં પ્રાદેશિક કમિશ્નરે હુકમ કરી તેમને મળેલી સત્તાની રૂએ આ અરજી દફતરે કરવાનો હુકમ કર્યો હતો. બીલીમોરા નગરપાલિકામાં સત્તાધીશોએ તત્કાલિન સમયમાં ગેરકાયદે મનાતી બિલ્ડીંગને ઇમ્પેકટ ફી વસૂલી બિલ્ડરોના હિતમાં કામગીરી કરી હોય તે રીતે કાયદેસર કરી દીધાની ચર્ચા ચાલી હતી. જોકે, આ કેસમાં લોકહિત માટે જ કામગીરી કરી હોવાનુ અને તેમાં નાણાંકીય ગેરરીતિ ન થઇ હોવાનું ફલિત થતા આખરે આ કેસને દફતરે કરી દેવાનો હુકમ કરાતા તમામ માજી પાલિકા સત્તાધીશો અને અધિકારીઓ જે હાલ હયાત છે તે તમામને મોટી રાહત મળતા આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

આ 38 સામે ફરિયાદ નોંધાવાઇ હતી
નગરપાલિકાના 38 માજી સભ્યો, અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી,જેમાં ઠાકોરભાઈ બી.પટેલ, મલંગ કોલીઆ, નટુભાઈ સી. પટેલ, નરેશ પી.નેમાણી, બાબુ આર.પટેલ, ઉદય આર.શાહ, જમનાદાસ ધીવર, મીનાક્ષી એન.પટેલ, બદરૂન દમણિયા, મહંમદ ફારૂક મેમણ, યુસુફ બીલીમોરિયા (સી.ઓ.), આર.બી પટેલ (સી.ઓ.), બી.કે.પુજાણી (સી.ઓ.), જેકીશન ટેલર (સી.ઓ.), એ.એમ.ખલાસી (સી.ઓ.), જયદેવ ડેર, દિપક આર. રાણા, મીનાક્ષી એ. ગાંધી, કનૈયાલાલ વર્મા, જગદીશ એ.ટંડેલ, રાજન આર.શાહ, પાર્વતી પટેલ, સલીમ મકરાની, ગોપાળ પટેલ, મુકેશ મહેતા, શારદા એ. પટેલ, અરવિંદ મહેતા, દમયંતી પટેલ, ગિરીશ એ.શાહ, ઝાકીર એ.કોલીઆ, ઈશ્વર એન.ગાંધી, રવિશંકર પટેલ, ઈશ્વર કેવત, અશોક એલ.પટેલ, ભરત રાવલ, ભારતી જે. દેસાઈ, રમાબેન જી.રાઠોડ અને કુંજલબેન એ. દેસાઈનો સમાવેશ થાય છે.

9 સભ્ય હયાત નથી, અન્ય વિદેશમાં સ્થાયી
આ પ્રકરણમાં હાલમાં 9 સભ્ય મીનાક્ષી પટેલ, ગોપાલદાસ પટેલ, રવિશંકર પટેલ, અરવિંદભાઈ મહેતા, ભારતી દેસાઈ, ઠાકોરભાઈ ભીમભાઈ દેસાઈ, દિપક રાણા, ઈશ્વર નરોત્તમ ગાંધી, સી.ઓ. બી.કે.પુજાણીયા મૃત્યુ પામ્યા છે. જયારે કેટલાક વિદેશમાં સ્થાયી થયા છે, જેમાં કુંજલ દેસાઈ, મીનાક્ષી ગાંધી, ઝાકીર કોલીઆનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો