તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોમાં રોષ:દેસરા ઓવરબ્રિજના શામલા ફળિયા તરફના એપ્રોચનો વિરોધ

બીલીમોરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેટલાક ઘર વચ્ચે આવતા હોય સ્થાનિકોમાં રોષ

બીલીમોરા દેસરામાં ચાલી રહેલા દેસરા રેલવે ફાટક નંબર-107 ઉપર વાય આકારમાં ઓવરબ્રિજ બનવાનો છે. જેમાં સોમનાથ રોડ પર આવેલી બીલીમોરા નગરપાલિકા તરફથી ઓવરબ્રિજ દેસરા-વાઘરેચ રોડ તરફ ઉતરે છે. જેમાં તેનો એક માર્ગ દેસરાથી વાઘરેચ તરફ ઉતરે છે. જ્યારે તેનો બીજો માર્ગ નગરપાલિકા દ્વારા દેસરા શામલા ફળિયા તરફ ઉતારવામાં આવ્યો છે. વાઘરેચ તરફ ઉતરતો માર્ગ પર સીધો માર્ગ અને ખાનગી ખુલ્લી જગ્યા પરથી પસાર થતો હોય લોકોને એનો કોઈ વિરોધ નથી પરંતુ બીજો શામલા ફળિયા તરફ ઉતરતો ઓવરબ્રિજનો એપ્રોચમાં લોકોના ઘરો આવતા હોય શામલા ફળિયાના સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજનો આ તરફના માર્ગ સામે વિરોધ નોંધાવ્યો છે.

આ શામલા ફળિયા તરફ ઉતરતા ઓવરબ્રિજના એપ્રોચમાં આ વિસ્તારના 12 થી 15 જેટલા ઘરો આવે છે એટલે જો એપ્રોચ આવે તો આ સ્થાનિકોના ઘરો અડધાથી વધુ નીકળી જાય એવી હાલત છે. આ અંગે સ્થાનિકોએ જણાવી રહ્યા છે કે શામલા ફળિયા તરફનો એપ્રોચ ટૂંકો કરવામાં આવે અથવા તો આ તરફનો પુલનો ભાગ કેન્સલ કરી બીજી કોઈ તરફ લઈ જવામાં આવે. આ માર્ગ પર તેઓ વર્ષોથી રહેતા આવ્યા છે. સ્થાનિકોએ આ બાબતે અગાઉ જિલ્લા કલેકટરને તેમનો લેખિત વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર લોકો દેસરા મુખ્ય માર્ગ છોડીને તેમના આ મહોલ્લામાંથી કેમ ઓવરબ્રિજનો એપ્રોચ આપવામાં આવી રહ્યો છે.

​​​​​​​પાલિકા પાસે બીજો વિકલ્પ હોવા છતાં અહીંથી જ આ એપ્રોચ કેમ ઉતારવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અગાઉ પણ આ ઓવરબ્રિજ અંગે માપણી કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી તેનું કોઈ નિરાકરણ નીકળ્યું નથી. આ મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં પણ ઉછળ્યો હતો. જ્યાં સ્થાનિક અસરગ્રસ્તોને માત્ર હૈયાધરપત જ આપવામાં આવી છે કે આ બ્રિજ ટૂંકો કરવામાં આવશે પરંતુ માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું છે ત્યારે હજુ લોકોની આ મુશ્કેલીનો વહેલી તકે અંત આવે એ ખુબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો