પાબંધી:બીલીમોરામાં નવનિર્મિત બ્રિજ પર હરવા-ફરવા ઉપર પાબંધી મૂકાઇ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં પીકનીક સ્પોટ બનેલા નવનિર્મિત ઓવરબ્રિજ પર હરવા ફરવા આવતા લોકો માટે પોલીસની પાબંધી. - Divya Bhaskar
બીલીમોરામાં પીકનીક સ્પોટ બનેલા નવનિર્મિત ઓવરબ્રિજ પર હરવા ફરવા આવતા લોકો માટે પોલીસની પાબંધી.
  • પીકનીક સ્પોટ બનેલ બ્રિજ ઉપર અકસ્માતની ભીતિ સેવાતી હતી

બીલીમોરા નવનિર્મિત ઓવરબ્રિજને પિકનિક પોઇન્ટ અને હવાખાવાનું સ્થળ સમજી રાતના સમયે લોકો સહપરિવાર ટહેલવા નીકળતા હોવાને કારણે મોટો અકસ્માતની ભીતિ સેવાઇ રહી હતી. લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ તંત્ર દ્વારા ઓવરબ્રિજ પર લોકોને બેસવા, હરવાફરવા માટે પ્રતિબંધ લગાવાયો છે. ઓવરબ્રિજની વચ્ચે ડિવાઈડર પર આરામથી લોકો ખાણીપીણી કરવા બેસતા હતા. જેથી લોકોની સુરક્ષાને લઈ કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે ઓવરબ્રિજ પર ટહેલવા આવતા લોકો માટે મનાઈ ફરમાવી દીધી છે.

ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને ઓવરબ્રિજ પર નહીં બેસવા અપીલ કરાઈ રહી છે. પોલીસ દળના જવાનો રાતના સમયે ઓવરબ્રિજ પર ફરજ બજાવતા નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને નગરજનોએ વધાવી લીધો હતો. બીલીમોરા શહેરમાં નવો ઓવરબ્રિજ શરૂ થવા સાથે સર્વિસ રોડ પૂર્ણ સ્વરૂપે શરૂ થયા નથી, કારણ કે પાલિકા સર્વિસ રોડ આડેના અવરોધો દૂર કરી શકી નથી. પરિણામે સાંકડા સર્વિસ રોડ જીવલેણ બની રહ્યાં છે. વાહનોની અવરજવરમાં ભારે અગવડતા પડતા વાહનચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે તેમજ પાલિકાની નીતિરીતિ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...