ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગુરૂવાર સવારે પરિણામો જાહેર થતાની સાથે જ ભાજપે ઇતિહાસ રચ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર નરેશભાઈ પટેલને 1,31,116 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ અને આપનો ભારે રકાસ થયો હતો. વિજેતા નરેશભાઈએ પોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ કાઢી સૌનું અભિવાદન ઝીલ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાના જાહેર થયા હતાં. ભાજપનું રોડરોલર ફરી વળતા કોંગ્રેસ અને આપે હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં સતત બીજ ટર્મના ભાજપના ઉમેદવાર નરેશભાઈ પટેલે ભવ્ય જીત નોંધાવી છે. જેમાં થયેલ કુલ 206884 મતદાન પૈકી 131116 મત પ્રાપ્ત થયા હતા. જેમાં ઇવીએમ 130531 અને પોસ્ટલ બેલેટના 585 મતો મળ્યા હતા.
નરેશભાઈએ પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી હતી. જે બાદ તમામ રાઉન્ડને અંતે બેલેટ અને ઇવીએમ મળી કુલ 92,829ની લીડ સાથે જીત મેળવી હતી. જેની સામે હરીફ કોંગ્રેસના અશોકભાઈ પટેલને 37950 અને આપ પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ પટેલ 37818 મતો પ્રાપ્ત થયા હતા. જ્યારે નોટામાં 3775 મત પડ્યા હતા. જીત બાદ ભાજપના કાર્યકરોએ વિજયને વધાવી વિજય રેલીનું બીલીમોરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય સ્વાગત સાથે અભિવાદન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.