તપાસ:મુંબઇની પરિણીતાના મૃત્યુનું રહસ્ય હજુ પણ અકબંધ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી ફૂટેજમાં દેખાતી પરિણીતા - Divya Bhaskar
સીસીટીવી ફૂટેજમાં દેખાતી પરિણીતા
  • સોનવાડી ગામમાં આવતા અને જતા સીસીટીવીમાં દેખાઇ

સુરત રહેતા પિતાને મળવા આવેલી મુંબઈની પરિણીતા મૃતદેહ બીલીમોરા નજીકના દેવધા ડેમમાંથી ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતા તેના મોતનું રહસ્ય ઘેરાયું હતું. આ પ્રકરણમાં પરિણીતા સોનવાડી ગામમાં જતી અને ત્યાંથી પરત આવતી સીસીટીવી કેમેરામાં દેખાઇ રહેલી હોવાની ક્લિપ વહેતી થઈ છે. જેમાં તેની પાસે દેખાતું પર્સ અને મોબાઈલ હજી પોલીસને મળ્યા નથી.

સુરતમાં રહેતી પૂર્વીના લગ્ન મુંબઈ મલાડના દર્શનભાઈ સાથે ત્રણ માસ અગાઉ જ થયા હતા. પૂર્વીના પિતા હરીશભાઈ પટેલની તબિયતના ખબરઅંતર પૂછવા પૂર્વી સુરત આવી હતી. જ્યાં બે દિવસ રહ્યાં બાદ ઘરે હનુમાનજી મંદિરે જાઉં છું કહીને ગયા બાદ પરત ફરી ન હતી. જે બાદ તેનો મૃતદેહ શનિવારના સવારે દેવધા ડેમમાંથી મળી આવ્યો હતો.

પોલીસે સ્થાનિક કક્ષાએ પેનલ પીએમ કરાવી તેનું ફોરેન્સિક પીએમ માટે વિસેરાના સેમ્પલો લીધા હતા. હાલ તો તેનું પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયાનું જાણવા મળે છે. આ પરિણીતા સોનવાડી ગામમાં બપોરે 2.47 કલાકે આવતી અને 3.15 કલાકે તેનું લેડીઝ બેગ તેના ખભે લટકાવીને જતી અને ફરી પાછી પરત ફરતી ક્લિપમાં જોવા મળી હતી.

તેના પર્સ અને મોબાઈલ હજી પોલીસને હાથે લાગ્યા નથી. પોલીસ પૂર્વીના મોબાઇલ કોલ ડિટેલ્સ મેળવીને તપાસ આગળ વધારી રહી છે. સુરતથી 65 કિલોમીટર દૂર દેવધા ડેમ આવીને પૂર્વીએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે ? તે અંગેનું રહસ્ય ઘેરાયું છે.

અન્ય સમાચારો પણ છે...