તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરોધ:ધકવાડા કોવિડ સેન્ટર બંધ નહીં કરવા કલેકટરને પત્ર

બીલીમોરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ સેન્ટર ચાલુ રાખવા કરાયો અનુરોધ

બીલીમોરા ખાતે હાલ થોડા દિવસ અગાઉ જ બીલીમોરા નજીકના ધકવાડા ગામે ભગવાનજી કાળીદાસ એન્ડ ધકવાડા વેલફેર ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારની 19 બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ હતી. આ કોવિડ કેર સેન્ટર શરૂ થતાં આ વિસ્તારના કોરોના દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન સેવા સાબિત થઈ છે. જેનો કોરોનાગ્રસ્ત દર્દીઓ લાભ લઇ રહ્યા છે.

આ કોવિડ કેર સેન્ટર માત્ર દાતા ઓના સહયોગ થકી જ શરૂ થઈ હતી. જોકે જેમાં શરૂઆતમાં અહીં ડોક્ટર નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 2 એમબીબીએસ, 1 બીએચએમએસ, એચએમએસ, 10 સ્ટાફ નર્સનો સ્ટાફ ફાળવાયો હતો. પરંતુ જિ.પં.દ્વારા કોવિડ સેન્ટરમાં સેવા આપતા ડોકટરો નર્સોને પરત ખેંચવાનો નિર્ણય કરી તે અંગેનો પત્ર જિલ્લા પંચાયતે આ ધકવાડાના કોવિડ કેર સેન્ટરના ટ્રસ્ટના સંચાલકોને પાઠવતા આ કેર સેન્ટર શરૂ કરનાર દાતા તેમજ આગેવાનો સહિત હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓમાં ચિંતા વ્યાપી છે.

જે અંગે સંચાલકોએ કલેકટરને એક પત્ર લખી વિનંતી કરી જણાવ્યું હતું કે, લોકોને આવા જીવલેણ રોગ સામે લડવા માટે મોરલ સપોર્ટની સાથે સાથે નિશુલ્ક સેવાની આર્થિક સહાય પણ મળી રહેતી હતી, પરંતુ સરકાર દ્વારા પોતાનો સ્ટાફ ખેંચી લેવાના નિર્ણયથી સેન્ટર બંધ થવાના આરે છે, પરંતુ તે બંધ ન થાય તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો