તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ગરીબાેનું અપમાન, 1760 કાર્ડ ધારકાેને સડેલા ચણાનું વિતરણ

બીલીમોરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીલીમાેરાના મોરલી, કલમઠા અને છાપર ગામે રોષ

ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના કલમઠા માતા ફળિયા અને મોરલી તળાવ ફળિયા સ્થિત પંડિત દીનદયાળ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી કલમઠા, મોરલી, ભાઠા અને છાપર ગામ મળી 1760 જેટલા કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન સરકાર દ્વારા આ કંટોલ સંચાલોકોને રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે વિતરણ વિતરણ કરવા અર્થે 14મી માર્ચે અંદાજિત 1800 કિલો જેટલા ચણાનો પુરવઠો પુરો પાડવામાં આવ્યો હતો. જે બાદ રેશકનકાર્ડ ધારકોને સસ્તા અનાજ સાથે એક કાર્ડધારક દીઠ એક કિલો ચણાનું વિનામૂલ્યે વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચણા વિતરણમાં મંગળ, બુધ, ગુરુ, શુક્રવારે કલમઠા ગામે અને બુધવારે મોરલી ગામે ચણા વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રાહકોએ આ વિનામૂલ્યે આપવામાં આવેલા ચણા ઘરે જઈ જોતા તે ચણામાં જીવતો પડી ગઈ હોવાનું અને ચણા સડેલા હાલતમાં જોવાયા હતા. જેને કારણે કાર્ડ ધારકોમાં રોષ સાથે નારાજગી ફેલાઈ હતી.

સડેલા ચણામાંથી જીવાતો નિકળી
મોરલી સસ્તા અનાજની દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોને કાર્ડ દીઠ ચણાની ગુણીમાંથી એક-એક કિલો વિનામૂલ્યે ચણા વિતરણ કરવામાં આવ્યુ હતું. જે ચણા જોતા તે સડેલા હોવાનું જણાયું હતું. ચણા તાપમાં મુકતા તેમાં જીવાતો પણ ફરતી જોવાઇ હતી. સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજનો જથ્થો સારી ગુણવતાનો આપવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. > હસમુખભાઇ પટેલ, મોરલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો