કામગીરી પૂર્ણ:બુલેટ ટ્રેનના એકમાત્ર સ્ટેશનવાળા કેસલી ગામને બીલીમોરામાં સમાવો, ગ્રામ પંચાયત પાસે સંમતિ માંગી

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બીલીમોરા પાલિકાએ કેસલીને ભેળવવા

કેન્દ્રની ભાજપ સરકારના મહાત્વકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની જમીન માપણીની કામગીરી નવસારી જિલ્લામાં પૂર્ણ થઈ છે. નવસારી જિલ્લામાં 28 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘણો મહત્ત્વનો છે. તે માટે અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું સ્ટોપેજ બીલીમોરા પણ હોવાથી તે નજીકના કેસલી ગામ નિર્ધારિત થયું છે. આ ડ્રીમ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન સૌપ્રથમ સુરતથી બીલીમોરા વચ્ચે આવનારા વર્ષોમાં શરૂ થનાર છે જે માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગત 9મી ડિસેમ્બર 2019 અને 4 ઓગસ્ટ 2021એ બીલીમોરા નગરપાલિકાને લેખિત સૂચના આપી હતી કે કેસલી ગામે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવનાર હોવાથી તે માટે 75 કિલોલીટર પ્રતિ દિન પાણી અને 75 કિલોલીટર પ્રતિદિન શિવરેઝ લાઈનની જરૂરિયાત અનિવાર્ય છે અને તેની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. જેના આધારે પાણી અને શિવરેઝની લાઇન નાંખવા માટે ગ્રામ પંચાયત કેસલીની મંજૂરી માંગવામાં આવી છે અને સરકારમાંથી આ અંગે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

આ માટે કેસલી ગામને બીલીમોરા નગરપાલિકામાં સમાવવું ખૂબ જરૂરી છે. જેથી 11મી નવેમ્બરે પાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોરે એક પત્ર દ્વારા કેસલી ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીને જણાવ્યું હતું કે પાણી અને શિવરેઝની સુવિધા કરવા મળેલી સૂચના અંતર્ગત કેસલી ગામને બીલીમોરા પાલિકામાં સમાવવું જરૂરી છે. જેથી સંમતિ મળ્યેથી માગણી મુજબની સુવિધા કરવા માટે કાર્યવાહી કરી શકાય. સંમતિ વહેલી તકે પ્રાપ્ત થાય જેથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાને બુલેટ ટ્રેનનું પહેલું નજરાણું સુરતથી બીલીમોરા સુધીનું આવનારા સમયમાં મળી શકે. જોકે બીલીમોરા પાલિકા સમગ્ર બીલીમોરાને જેમ તેમ પાણી પહોંચાડી રહી છે ત્યારે બુલેટ ટ્રેન માટે બીલીમોરા પાલિકા આટલા મોટા જથ્થામાં પાણીનો પુરવઠો કઈ રીતે પહોંચાડશે.

જો બુલેટ ટ્રેનના વપરાશ માટે જો પાણી આપશે તો બીલીમોરાને તકલીફ પડવાની પણ સંભાવના રહેલી છે. બીલીમોરા નગરપાલિકામાં કેસલી, ધકવાડા, આંતલિયા, તલોધ, દેવસર, નાંદરખા બીલીમોરા નજીકના ગામો જોડાવા માટે કેટલાય સમયથી અટકળો ચાલી રહી છે જે અંગેની અટકળો પણ વહેતી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...