તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Bilimora
 • Inauguration Of Free Ambulance Service At Bhathala Village In Bilimora Riparian Area, Nine Youth Sai Mandals Provided Service, Took Up The Responsibility Of Educating Orphans

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:બીલીમોરા કાંઠા વિસ્તારના ભાઠલા ગામે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ, નવ યુવક સાંઇ મંડળે સેવા પૂરી પાડી, અનાથ બાળકોની ભણતરની જવાબદારી ઉપાડી

બીલીમોરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ગામ ભાઠલા ગામે ભાઠલા હાઈસ્કુલમાં રવિવારે નવયુવક સાંઈ પ્રગતિ મંડળ દ્વારા કાંઠા વિસ્તારના ગામો માટે આકસ્મિક સમયે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી રમણ પાટકારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મંડળ હાલ 12 જેટલા અનાથ બાળકોની ભણાવવાની જવાબદારી પણ નિભાવવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ સેવાથી આકસ્મિક સમયે ત્વરિત એમ્બ્યુલન્સની સેવા હવે મળી રહેશે. બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ગોંયદી ભાઠલા ગામે નવયુવક સાંઈ પ્રગતિ મંડળના યુવકો દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં આકસ્મિક સમયે જરૂરી એવી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનું રવિવારે રાજ્ય કક્ષાના મંત્રી રમણ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બે વર્ષ આગાઉ આ મંડળ દ્વારા એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતરના લાભાર્થે અને ફંડ એકત્ર કરવા ભાણાબાપા મંદિર તેમજ હાઈસ્કુલના પટાંગણમાં એક ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે આદિજાતિ વિભાગના મંત્રી રમણ પાટકરે પણ આ સેવા અર્થે રૂ.5 લાખનું માતબર દાન આપ્યું હતું.

આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી રમણ પાટકર દ્વારા પણ અનાથ બાળકો માટે પ્રાથમિકથી લઇ ઉચ્ચ અભ્યાસ સુધીની ભણતરની તમામ જવાબદારી ઉપાડવાની તૈયારી દર્શાવી હતી. આ એમ્બ્યુલન્સ સેવા થકી હવે કોઈપણ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઇ શકશે. આ એમ્બ્યુલન્સ સેવાની ધૂણી હંમેશા ધખતી રાખવા માટે ગામના યુવાનોએ જવાબદારી સ્વીકારી છે.

આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ આકસ્મિક જરૂરિયાત સમયે લોકો કરી શકશે. આ એમ્બ્યુલન્સ પાછળ રૂ. 7.23 લાખના ખર્ચ આવ્યો હતો. જેનો લોકો હવે લાભ લઇ શકશે. ઉપસ્થિત સૌએ યુવક મંડળના આ કાર્યની ભરપુર પ્રસંશા કરી હતી અને આ એમ્બ્યુલન્સ સેવા માં જરૂર પડ્યે મદદની ખાત્રી પણ આપી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અમીતા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, પ્રદેશ ભાજપ યુવા મોર્ચા ઉપાધ્યક્ષ સનમ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ અને અગ્રણી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં કોરોના સંદર્ભે સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સને મંત્રી રમણ પાટકર તેમજ અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો