બીલીમોરામાં મચકડી નાકામાં રૂ. 12.39 લાખનાં ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું. બીલીમોરા નગરપાલિકા વિસ્તાર મચકડી નાકા (સોરાબચાલ)માં રૂ. 12.79 લાખની અદ્યતન આંગણવાડી મકાનનું ગુરુવાર સવારે ધારાસભ્ય નરેશભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. આંગણવાડીમાં 11 જેટલા ભૂલકાં, બાળ વિદ્યાર્થીઓને રમકડાં સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ બની હતી. બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં 14'માં નાણાંપંચ વર્ષ 10218-19 ના બીજા હપ્તાની ગ્રાંટ અંતર્ગત રૂ. 12.79 ના ખર્ચે અદ્યતન આંગણવાડી મકાન નિર્મિત કરાયું હતું.
આંગણવાડી ફરતે કંપાઉન્ડ દીવાલ, બ્લોક પેવિંગ, કિચન, સ્ટોરરૂમ, ટોયલેટ જેવી અનેક સુવિધા હાથવગી બની છે. શિક્ષણ સાથે તેમના સર્વાંગી વિકાસ માટે બાળ વિદ્યાર્થીઓ માટે અનેકવિદ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની છે. બિસ્કીટનું વિતરણ કરાયું હતું. અહીં મચકડી, માછીવાડ, સુભાષ ચોક, સોરાબચાલ વિસ્તારના 3થી 6 વર્ષના 11 બાળકો શિક્ષણ મેળવે છે.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી, વિજય પટેલ, મંજુલા પટેલ, સંકેત પટેલ, વર્ષા સારંગ, બદરૂનિશા દમણિયા, મલંગ કોલીયા, મનીષા પટેલ, સુષ્મા હોડીવાલા, મુકેશ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓ, આંગણવાડી કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.