તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં લંપટ શિક્ષક બીજી યુવતી સાથે લગ્ન કરે તે પૂર્વે શિષ્યાના પરિવારે ફટકાર્યો

બીલીમોરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીલીમોરામાં લગ્નની લાલચ આપી શિક્ષકે શિષ્યાને 2 વર્ષ ભોગવી તરછોડી દેતાં ધમાલ
 • લગ્નના માંડવેથી દુષ્કર્મના ગુનામાં વરરાજાની ધરપકડ

વલસાડ રહેતા બીલીમોરા પંથકની એક શાળાના સ્ટેટેસ્ટીક અને સંગીત વિષયના શિક્ષકે ત્રણ વર્ષ અગાઉ ધોરણ-11માં ભણતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન લાલચ આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક રીતે ભોગવીને પાછળથી લગ્ન કરવાની ના પાડી દીધા હતા. આ અંગે યુવતીએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દરમિયાન આ બંને વચ્ચેના અંગત પળોના ફોટા પણ વહેતા થયાં હતાં. આ શિક્ષકના વલસાડમાં રવિવારે લગ્ન યોજાવાના હતા. શનિવારે ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ આ શિક્ષકને વલસાડ જઈ માર માર્યો હતો.

બીલીમોરા પંથકમાં આવેલી એક શાળામાં સ્ટેટેસ્ટીક અને સંગીત વિષયનો અભ્યાસ કરાવતા અને વલસાડ ગંજખાના, નવકાર એપાર્ટમેન્ટ, છીપવાડમાં રહેતા મયુર રાણા (ઉ.વ. 27)એ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેણીને છેતરી કરેલ કામલીલાના કારણે ચકચાર મચી ગઈ છે. જેમાં 2017ના વર્ષમાં શાળામાં ધોરણ-11માં ભણતી એક વિદ્યાર્થિનીને શિક્ષક મયુરે પ્રેમમાં પાડી હતી.

અભ્યાસ દરમિયાન આ શિક્ષકે વિદ્યાર્થિનીને 4 અલગ અલગ જગ્યાએ તેની વાસનાનો શિકાર બનાવી હતી. જેમાં પ્રથમ લગ્નની લાલચ આપી ફોસલાવીને તેણીના ઘરે એકલતાનો લાભ લઇ શરીરસંબંધ બાંધ્યા હતા. બાદમાં ફરવાના બહાને તિથલ લઈ જઈ ત્યાં ઝાડીમાં, બાદમાં વલસાડ જિલ્લાના દાંતી ગામે તેમજ વલસાડમાં ચાલતા એક ઇમારતના બાંધકામ દરમિયાન તે બિલ્ડીંગમાં તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે વિદ્યાર્થિની સગીર હોય તે શિક્ષકની વાતોમાં ભોળવાઈ ગઇ હતી. જે બાદ શિક્ષકે વિદ્યાર્થિનીને ભોગવી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તે અન્ય યુવતી સાથે લગ્ન કરી રહ્યો હોવાની વાત આ ભોગ બનનાર યુવતીને જાણ થઈ હતી. તેણીએ મયુર રાણા સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મયુર રાણા સામે બળાત્કાર, પોકસો તેમજ લગ્નની લાલચ આપી યૌન શોષણ કરવા અંગેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગત પળોના શિક્ષકે ફોટો પાડયાં હતા
શિક્ષક મયુર રાણાએ બે વર્ષ વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી તેણી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેમની આ અંગત પળોના ફોટા પણ તેમણે મોબાઈલમાં ઉતાર્યા હતા. જે બાદ શિક્ષકે લગ્ન માટે ના પાડી દીધી હતી. દરમિયાન આ શિક્ષક મયુરના લગ્ન અન્ય જગ્યાએ ગોઠવાયા હતા. જેના રવિવારે વલસાડમાં લગ્ન થવાના હતા.

અંગત તસવીરો સોશિયલ મીડિયામાં વહેતી થતાં વરરાજા લગ્નના માંડવેથી લોકઅપમાં
મયુરે વર્ષ 2017-18 માં લગ્નની લાલચ આપી વિદ્યાર્થિની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે વખતે મોબાઈલના અંગત પળોનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. તે ફોટા હાલ બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વહેતા થયા હતાં. આ અંગેની જાણ ભોગ બનનાર યુવતીના પરિવારજનોને થતાં તેમણે વલસાડ રહેતા શિક્ષક મયુર રાણાને તેના લગ્નના બે દિવસ અગાઉ તેના ઘરે જઈ માર માર્યો હતો.

આ સમગ્ર ઘટના સંદર્ભે વલસાડ પોલીસ દ્વારા મયુરની તેના ઘરે લગ્ન મંડપમાંથી અટક કરવામાં આવી હતી તેમજ યુવતીના સંબંધીઓ સામે પણ અટકાયતી પગલાં લેવાયા હતા. હાલ બીલીમોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો