• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • In Two Days, 4 Fences Of Billimora Railway Bridge Will Be Fitted In A Two hour Mega Block, Speeding Up The Work Which Has Been Delayed For Three And A Half Years.

હાલાકીનો અંત:બે દિવસમાં બે-બે કલાકના મેગા બ્લોકમાં બીલીમોરા રેલવે બ્રિજના 4 ગડર ફીટ કરાશે, સાડા ત્રણ વર્ષથી િવલંબમાં પડેલા કામને વેગ

બીલીમોરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે ચાલતા રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે વહેલી તકે પૂર્ણ થશે જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવશે

બીલીમોરા સાડા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં રેલવેના 2 દિવસના 2 કલાકના મેગા બ્લોક દરમિયાન બ્રિજના 4 ગડર ફીટ કરવામાં આવશે. જ્યારે બાકીના 4 ગડર આજે ફિટ કરાશે. આરએન્ડબીના અધિકારીની નિગરાણી અને રણજીત કન્સ્ટ્રક્શનની ટેકનિકલ ટીમ કામગીરી કરી રહી છે. જેમાં 4 મોટા હેવી ક્રેઈન અને 50થી વધુ કર્મચારી જોતરાયા છે. બીલીમોરામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે ચાલતા રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે વહેલી તકે પૂર્ણ થશે એવી આશા લોકોને બંધાઈ છે.

લાંબા સમયથી બની રહેલા ઓવરબ્રિજના કામથી લોકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. બીલીમોરા નગરપાલિકાના અને ઇજારદારના યોગ્ય સંકલનના અભાવે આ કામગીરી આટલી ટલ્લે ચડી છે. જે હવે વહેલી પૂર્ણ થશે એમ લાગી રહ્યું છે. જેમાં રેલવે ઓવરબ્રિજમાં પૂર્વ-પશ્ચિમને જોડતા ભાગમાં રેલવે લાઇનના ઉપરના ભાગમાં ગડર બેસાડવાના હોય જે માટે મેગા બ્લોક માંગવામાં આવ્યો હતો. જેમાં રેલવે દ્વારા 23 અને 24 એમ બે દિવસ સવારે 10થી બપોરે 12 વાગ્યા બે કલાકનો મેગા બ્લોક આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તમામ ટ્રેનો બે કલાક મોડી દોડશે. જેથી ગડર બેસાડવાનું કામ યોગ્ય રીતે થઈ શકે.

આ ગડર બેસાડવાની કામગીરી માટે આર એન્ડ બી અધિકારીઓ યુ.જી.પટેલ કાર્યપાલક ઇજનેર આર. એન્ડ બી નવસારી જે.એ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર મા મ પેટા વિભાગ નવસારી રણજીત કન્સ્ટ્રક્શન કંપનીના ટેકનિકલ કર્મચારીના અને રેલવેના અધિકારીની નિગરાની હેઠળ હાથ ધરાઈ હતી. અગાઉથી બનાવામાં આવેલ મસમોટા કોલમ ઉપર આ 36 મીટર લાંબા ગડર ફીટ કરવાની કામગીરી મેગા કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મંગળવારે બે કલાકના બ્લોક દરમિયાન 4 ગડર બેસાડવામાં આવ્યા હતા. આ ગડર પોલાદમાંથી બનાવવામાં આવે છે. જયારે બીજા બાકીના 4 ગડર બેસાડવાની કામગીરી બુધવારે હાથ ધરાશે.

ભારે ગડરને બીમ પર બેસાડવામાં 4 મોટી હાઇડ્રોલિક ક્રેઈનની મદદ લેવામાં આવી રહી હતી. તે સાથે 50થી વધુ કર્મચારીઓ આ ગડર બેસાડવાની કામગીરીમાં જોતરાયા હતા. જોકે હજુ જોવા જઈએ તો ઓવરબ્રિજ બાદ સર્વિસ રોડની કામગીરી પણ ઘોંચમાં આવવાની લોકચર્ચા ચાલી છે. યોગ્ય આયોજનના અભાવનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. ચિમોડિયાં નાકા વિસ્તારના લોકો નો તો છેલ્લા કેટલાય સમયથી આવવા જવાનું દોજખ બન્યું છે.

હજારો લોકો આ વિસ્તારમાંથી પસાર થતી વખતે રેલવેની કામગીરીને લઈ આક્રોશ ઠાલવતા રહ્યાં છે. પરંતુ ટુકા ગાળામાં જ આ કામગીરી હવે પૂર્ણ થાય તેવી શક્યતા જણાતા લોકોને પણ હાશકારો થયો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવાનો આશાવાદ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે બીલીમોરા વાસીઓને કામગીરી પૂર્ણ થયે મોટી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...