આપઘાત:બીલીમોરાના દેસરા ગામમાં માનિસક બિમારીથી પિડીત યુવાને ફાંસો ખાધો

બીલીમોરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટેલ પરિવાર બહાર બેઠો હતોને પુત્રએ પગલુ ભર્યુ

બીલીમોરા દેસરા રહેતા યુવક છેલ્લા 2 વર્ષથી માનસિક બિમારીથી પીડાતો હતો. જેણે આવેશમાં આવી પોતાના જ ઘરે પંખા સાથે લટકી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

બીલીમોરા નજીક દેસરા પાસે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા દિપક સુરેશભાઈ પટેલ (ઉ.વ. 32) છેલ્લા બે વર્ષથી માનસિક બિમારીથી પીડાતો હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન માનસિક બિમારીને લગતી તેની એક દિવસની દવા લીધી ન હતી. જેથી આવેશમાં આવી જઈ સાંજના સમયે તેણે ઘરના એક રૂમના જઈને પંખાના હુક સાથે સાડીથી ફાંસો બનાવી આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર બહાર બેઠું હતું અને પુત્રએ અવિચારી પગલું ભરી લેતા પરિવારમાં શોકની કાલીમાં પથરાઈ છે.

પિતા સુરેશ અંબાલાલ પટેલ થોડા સમય પછી ઘરમાં ગયા ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા હેબતાઈ ગયા હતા. પિતાએ પરિવારના અન્ય સભ્યોને અને પોલીસને બનાવની જાણ કરી હતી.ઘટનાસ્થળે જ યુવકના પ્રાણપખેરું ઉડી ગયું હતું. મૃતકના પરિવારમાં માતાપિતા અને ભાઈ-બહેન છે. આ અાપઘાત કેસની પોલીસે નોંધ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી સિનિયર પીએસઆઇ કે.એમ.વસાવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...