સેવાસેતુ કાર્યક્રમ:જિલ્લામાં તલાટીની હડતાળથી અનેક પ્રકારના દાખલા અટવાયા

બીલીમોરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ગામમાંથી માત્ર 260 વ્યકિત જ સેવાનો લાભ લઇ શક્યા

બીલીમોરા પ્રજાપતિ વાડીમાં શહેર તેમજ વલોટી રામદેવ પીર મંદિર પરિસરમાં 10 ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જોકે તલાટીઓની હડતાળની અસર સેવાસેતુમાં દેખાઇ હતી. જેમાં બીલીમોરા પાલિકા 257 ગ્રામ્ય વિસ્તારોમાં 260 લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ એવા સેવાસેતુનો કાર્યક્રમ બીલીમોરા પ્રજાપતિ વાડીમાં બીલીમોરા શહેર તેમજ વલોટી રામદેવ પીર મંદિર પરિસરમાં 10 ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના નાગરિકો, લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા શનિવારે 8મા તબક્કાનો સેવાસેતુ યોજાયો હતો.

જેના ભાગરૂપે વલોટી ગામે રામદેવ મંદિર પરિસરમાં વલોટી, પાટી, અંભેટા, કેસલી, તોરણગામ, આંતલિયા, ધકવાડા, નાંદરખા, ઉંડાચ લુહાર ફળિયા અને ઉંડાચ વાણિયા ફળિયા ગામ માટે સેવાસેતુ યોજાયો હતો. પ્રથમ વલોટી પ્રાથમિક શાળામાં આયોજન હતું. શાળામાં પરીક્ષા હોવાનું ધ્યાને આવતા સ્થળમાં ફેરફાર કરાયો હતો.

ગ્રામ્ય કક્ષાએ તલાટીઓની હડતાળની અસર સેવાસેતુ કાર્યક્રમમાં પણ દેખાઈ હતી. હડતાળના કારણે અનેક પ્રકારના દાખલા અટવાઈ પડ્યા હતા. પરિણામે 10 ગામો હોવા છતાં માત્ર 260 લોકોએ લાભ લીધો હતો. જ્યારે બીલીમોરા પાલિકા વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે પૂર્વ વિસ્તારના 257 લાભાર્થીઓએ સેવાસેતુનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...