પરિણામ:ગણદેવી તાલુકામાં કહી ખુશી કહી ગમનો માહોલ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક ગામોમાં ઉલટફેર સાથે વર્તમાન સરપંચોએ હારનો સામનો કર્યો

ગણદેવી તાલુકાની 51 ગ્રામ પંચાયત ચૂંટણીની મતપેટીઓ ધ.ના.ભાવસાર શાળામાં ખુલતા વેંત એક બાદ એક પરિણામો સામે આવ્યા હતા. અનેક ગામોમાં ઉલટફેર સાથે ઘણા વર્તમાન સરપંચો હાર્યા હતા. તે સાથે કહી ખુશી કહી ગમનો માહોલ જોવાયો હતો. ગણદેવી ધ.ના.ભાવસાર શાળામાં મંગળવારે સવારથી મત ગણતરી યોજાઈ હતી. જેમાં પાથરી ગામે વોર્ડ નં. -8મા બે ઉમેદવાર નીતિશા હળપતિ અને સુમિત્રા હળપતિને 32-32 મત મળતા ટાઈ સર્જાઈ હતી. જેમાં ચિઠ્ઠી ઉછાળતા સુમિત્રાબેન હળપતિ વિજેતા જાહેર કરાયા હતા.

માસા ગામે સરપંચપદે રોકીતાબેન પટેલનો 497 મતે, પોંસરી ગામે સરપંચપદે ભુપેન્દ્ર પટેલનો 847 મત, ખખવાડા ગામે સરપંચપદે મહેશ હળપતિ 469 મત, મોરલી ગામે સરપંચપદે ચેતન પટેલ 605 મત, નાંદરખા ગામે સરપંચપદે ચંદ્રકાન્ત પટેલ 828 મત, સાલેજમાં સરપંચપદે મહેશ હળપતિ 483 મત, દેવધા ગામે સરપંચપદે જીગર પટેલ 611 મત, પાથરી ગામે સરપંચપદે નરેશભાઇ હળપતિ 490 મત, દુવાડા સરપંચપદે નયના પારધી 373 મત, દેસાડ સરપંચપદે કલ્પનાબેન નાયકા 467 મત, કલવાચ ગામે સરપંચપદે નીતાબેન પટેલ 376 મત, વાઘરેચ ગામે સરપંચપદે સુજીતકુમાર પટેલ 1343 મત, ઊંડાચ વા.ફ. ગામે સરપંચપદે વિનોદભાઈ પટેલ 1231 મત, મોવાસા ગામે સરપંચપદે મંજુબેન ખલાસી 736 મત

ગડત ગામે સરપંચપદે વર્ષાબેન હળપતિ 574 મત, ધમડાછા ગામે સરપંચપદે નિતીન હળપતિ 694 મત, બીગરી ગામે સરપંચપદે મંજુલાબેન ભીખુભાઇ પટેલ 850 મત, મેંધર ગામે સરપંચપદે નિલેશ ધીરજ ટંડેલ 439 મત, ઇચ્છાપોર ગામે સરપંચપદે હિરેન કિશોરભાઈ પટેલ 462 મત, છાપર ગામે સરપંચપદે રવિન્દ્ર ઠાકોરભાઈ પટેલ 628 મત, વલોટી ગામે સરપંચપદે યોગેશ છોટુભાઈ પટેલ 824 મત, ગણદેવા ગામે સરપંચપદે સ્નેહલ તરલકુમાર પટેલ 2199 મત, ધોલાઈ ગામે સરપંચપદે રક્ષાબેન પ્રેમજીભાઈ ટંડેલ 604 મત

મટવાડ ગામે સરપંચપદે ઊર્મિલાબેન ઉમેશભાઈ પટેલ 601 મત, આંતલિયા ગામે સરપંચપદે ભાવનાબેન હરીશભાઈ પટેલ 1856 મત, દેવસર ગામે સરપંચપદે ચેતનાબેન ભગુભાઈ પટેલ 3759 મત, વાડી ગામે સરપંચપદે વિમલકુમાર પટેલ 185 મત, અજરાઈ ગામે સરપંચપદે ભારતીબેન રાકેશભાઈ પટેલ 772 મત, ધનોરી ગામે મહેકબેન ગૌરાંગભાઈ જોષી 549 મત, અંભેટા ગામે સરપંચપદે નિશાબેન ભરતભાઇ પટેલ 716 મત

ખેરગામ ગામે સરપંચપદે કોળધા પરેશભાઈ સુમનભાઈ 743 મત અને ખાપરીયા ગામે સરપંચપદે દીપિકાબેન કમલેશભાઈ ધનગર 517 મત સાથે વિજેતા જાહેર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બીલીમોરા નજીકના વાઘરેચ ગામના સરપંચ મનહરભાઈ ટંડેલ જેઓ જેલમાંથી ચૂંટણી લડ્યાં હતા. જેમણે હાલ યોજાયેલ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...