એથ્લેટિક સ્પર્ધાનું આયોજન:એથ્લેટિક્સ સ્પર્ધામાં 1500 મીટરની દોડમાં અશ્વિની યાદવને સિલ્વર જ્યારે સચીન પાસવાનને બ્રોન્ઝ મેડલ

બીલીમોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત હિંમતનગરમાં સ્પર્ધાનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા હિંમતનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સિનિયર એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના 6 યુવક અને 5 યુવતીઓ મળી 11 સ્પર્ધકો રાજ્યકક્ષાએ પસંદગી પામ્યાં હતા. આ સ્પર્ધકોમાંથી ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના અશ્વિની યાદવ 1500 મીટર અને 800 મીટર દોડમાં ભાગ લીધો હતો. જેમાં અશ્વિની યાદવે 1500 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી બીલીમોરા શહેર સહિત સમગ્ર જિલ્લાનુ નામ રોશન કર્યું છે. તે સાથે નવસારી જિલ્લામાં યોજાયેલ સ્પર્ધામાં બીલીમોરાની સંગીતા મિસ્ત્રીએ 200 મીટર દોડમાં સિલ્વર મેડલ અને સચીન પાસવાને 1500 મીટરમાં બ્રોન્ઝ મેડલ મળવ્યો હતો. તેમની આ સિદ્ધિ બદ્દલ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

હાલ સ્પર્ધકો બીલીમોરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના દોડવીર રમેશભાઈ પટેલ પાસે તાલીમ લઈ રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં યોજાયેલી એથ્લેટિક સ્પર્ધમાં નવસારી જિલ્લાના ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. ખાસ કરીને દોડમાં નવસારી જિલ્લાનું પ્રભુત્વ જોવા મળ્યુ હતું.આ તમામ રમતવીરોને તેમની સિધ્ધી બદલ રમતપ્રેમીઓએ અિભનંદન પાઠવ્યા હતા અને આગામા િદવસો માટે શુભેચ્છા પાઠવી હતી.