માછીમારોનો ઉગ્ર વિરોધ:ડીઝલના ઊંચા ભાવો અને સપ્લાયર્સ પાસેથી પોષણક્ષણ ભાવો નહીં મળતા મચ્છીમારી બંધ

બીલીમોરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોલાઇ બંદરે 1000 જેટલી બોટ લાંગરી દેવાઇ , ધંધો બંધ થતા માછીમાર પરિવાર પર સંકટના વાદળ છવાયા
  • નવસારી અને વલસાડના માછીમારોનો ઉગ્ર વિરોધ

માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોની વર્ષો જૂની માંગણીઓ જેમ કે ડીઝલના ઊંચા ભાવો અને સપ્લાયર્સ પાસેથી પોષણક્ષણ ભાવો નહીં મળવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. તદઉપરાંત દરિયામાં દૂર-દૂર સુધી મચ્છી પણ મળતી નથી, જેના કારણે માછીમારોની મુશ્કેલીઓ વધી રહી છે, જે કારણે ગણદેવી તાલુકાના ધોલાઈ બંદર અને મુંબઈનાં ભાઉચા ધક્કા ઉપરથી માછીમારી કરવા જતી 1 હજાર જેટલી બોટ માલિકોએ મંગળવારે પોતાની બોટો જેટી પર લાંગરી ધંધો બંધ કરી દીધો હતો.

ડીઝલના ઊંચા ભાવો, પોષણક્ષણ ભાવો નહીં મળવાથી તેઓ ભારે તકલીફનો સામનો કરી રહ્યાં છે, જેના કારણે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. તદઉપરાંત દરિયામાં દૂર દૂર સુધી મચ્છી પણ મળતી નથી. પરિણામે ભરસિઝનમાં ધંધો સમેટી લેવાની નોબત આવી છે. સૌએ એક સાથે તેમની બોટો બંદરે લાંગરી દીધી છે.

માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ માછીમારો તેમનો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. ધોલાઈ બંદર પ્રમુખ ઈશ્વર ટંડેલ, ઉપપ્રમુખ ઠાકોર ટંડેલ અને અગ્રણી જયંતિ ટંડેલ, જગદીશ ટંડેલ, મથુર ટંડેલ, સીતારામ ટંડેલ, હરિ ટંડેલ, રમણ ટંડેલ તેમજ મુંબઈ ન્યુ ફીશ જેટી ભાઉચા ધક્કાના પ્રમુખ પરભુ ટંડેલે પોતાના પ્રશ્નોની જાણકારી આપી હતી.

ધોલાઇ બંદરે હાલ 300 જેટલી બોટ વ્યવસાય કરે છે
ધોલાઈ બંદરે હાલ 300 જેટલી બોટો ધંધો કરે છે. જેમાં પ્રતિ બોટ 12 જેટલા ખલાસી પ્રમાણે લેખે 3600 પરિવાર અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર દક્ષિણ ગુજરાતની 700 મળી કુલ 1 હજાર બોટ બંધ થતાં તમામના પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, આગામી દિવસોમાં ધંધો બંધ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે, આ લખાઇ છે ત્યાં સુધીમાં કોઇ નિર્ણય લેવાયો ન હતો.

નવ મહિનામાં અંદાજીત 30 કરોડ લીટર ડીઝલનો વપરાશ થાય છે
ખેતી બાદ સૌથી મોટો મચ્છીમારીનો વ્યવસાય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. નવસારી-વલસાડ જિલ્લાની ફિશિંગ બોટમાં નવ મહિનામાં ડીઝલ વપરાશ અંદાજીત 30 કરોડ લીટર એટલે કે રૂ. 3 અબજનું ડીઝલ વપરાશ છે, તેમ છતાં સબસિડીના વર્ષો જુના પ્રશ્ન અંગે સમાધાન થતું નથી. અને એ મુદ્દો આગળ ને આગળ વધી રહ્યો છે. વૈશ્વિક કોરોના, કુદરતી આપતિ, વાવાઝોડા, યુક્રેન રશિયા યુદ્ધ જેવા પરિબળોને કારણે માછીમારો આર્થિક નુકસાનીમાં મુકાયો છે. પરિસ્થિતિ એટલી બધી કથળી છે કે, માછીમારો પોતાની બોટ વેચવા મજબુર બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...