વિતેલા કોવિડના કપરા કાળ દરમિયાન આ બસને બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે વેપાર- ધંધા સાથે સંકળ યેલા અને મહારાષ્ટ્રથી કામકાજ અર્થે અહીં આવી વસેલા મહારાષ ટ્રીયન સમાજને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો.
જેના પગલે બીલીમોરા મહારાષ્ટ્ર સમાજની સતત રજૂઆતને પગલે બંધ બસ ફરી શરૂ કરવામાં આવી રહી છે. સુરત ઉસ્મા નાબાદ એક્સપ્રેસ બસ ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ બસ સુરતથી સાંજે ઉપડતી અને બીજા દિવસે સવારે 10 કલાકે ઉસ્માનાબાદ પહોંચી સુરત ઉસ્મા નાબાદ રાતરાણી એક્સપ્રેસ બસ જે હવે બીલીમ રામાં સ્ટોપેજ આપતા બસ હવે રાત્રિના 8 કલાકે આવશે.
આ બસ સુરતથી નીકળી નવસારી, બીલોમોરા, ચીખલી, સાપુતારા, નાસિક અહમ નગર થઈને બીજે દિવસે સવારે 10 કલાકે ઉસ્મા નાબાદ પહોંચશે. છેલ્લા 16 દિવસના ટૂંકાગાળામાં મહારાષ્ટ્રના મુખ્ય એવા નાસિક વગેરે સ્થળે જવા માટે આ ત્રીજી બસનું સ્ટોપેજ બીલીમોરાને મળેલતા લોકોમાં આનંદ વ્યાપ્યો છે.
આ બસ બીલીમોરા આવતા બસના ચાલક અને કંડકટરનું સન્માન કરાયું હતું. મહારાષ ટ્રીયન સમાજના અગ્રણી વિજ ભાઇ સાને, વસં ભાઈ દીક્ષિત, બીલીમોરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સુચિ ાબેન દુસાણે, પ્રમોદ ગાયક વાડ, વિશાલ પોળ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.