તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:બીલીમોરા રેલવે અંડરપાસમાં ગટરીયા પાણીથી વાહનચાલકો હેરાન પરેશાન

બીલીમોરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગટરીયા પાણીના કારણે અવારનવાર સર્જાઇ રહેલા અકસ્માત

બીલીમોરા રેલ્વે અંડરપાસમાં ભેગા થતાં ગટરીયા પાણીના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગટરીયા પાણી અંડરપાસમાં ભેગું થતા. ત્યાંથી આવતા જતા વાહનચાલકોને હાલાકીન સામનો કરી રહ્યા છે. ગટરીયા પાણીના કારણે દુર્ગંધ પણ પ્રસરી છે ત્યારે આ કાયમી સમસ્યાનો વહેલો નિકાલ આવે તેવું લોકો જણાવી રહ્યા છે.

બીલીમોરા મુખ્ય ફાટક બંધ હોવાના સમયે રેલવે અંડરપાસમાંથી જ લોકોએ વાહનો લઈ જવા પડે છે. પૂર્વ-પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં છેલ્લા કેટલાય સમયથી ગટરીયા પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંધાતા ગટરના પાણીમાં લોકોના વાહન લઈ ફસડાઈ જવાના બનાવો પણ બન્યા છે. આ ભેગું થયેલું પાણીમાં ગંદી વાસ આવતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વાહનચાલકો આ ગંદા પાણીના કારણે ફસડાઈ પડી જવાના બનાવો પણ બન્યા હતા. ચોમાસામાં વરસાદના પાણી લાંબો સમય સુધી ગરનાળામાં ભરાઈ રહે છે. પાલિકા જુના કડકા પુલને તોડી નવો સ્લેબ ડ્રેન બનાવમાં આવ્યો છે.

આ નવો પુલના પાયાનો સ્લેબનો ભાગ થોડો વધુ ઊંચો કરી દેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે લાંબા સમય સુધી આ પાણી નિકાલ થતો નથી અને રેલવે અંડરપાસમાં જ ભરાઈ રહી જાય છે. રવિવારે રેલવે અંડરપાસ નજીકના ખાડામાંથી ગંદુ પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીલીમોરા નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે ઘણીવાર કામગીરી કરવાનો દેખાવડો કરવામાં આવે પરંતુ કોણ જાણે કેમ આટઆટલા તુક્કા કરવા છતાં થોડા સમય પાણી ભરાઈ જ જાય છે.

વધુમાં હાલ પૂર્વ તરફ અંડરપાસમાંથી જે.જે. સ્કુલ તરફ જતા માર્ગ પર ગટરનો એક પાઈપ ખુલ્લો થઈ જતા આ પાઇપની લીસી સપાટીના કારણે વાહનચાલકો પડી જવાના પણ ઘણાં બનાવો બન્યા છે. પાલિકાની આ બાબતે નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકા તંત્ર એ વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અંડરપાસમાં છાશવારે ભરાતા અને લાંબા સમય સુધી જમા રહેતું આ ગંદા પાણીનો કાયમી નિરાકરણ લાવવામાં આવે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો