તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:બીલીમોરા એપીએમસી પ્રમુખ પદે ગોવિંદભાઇ પટેલની વરણી

બીલીમોરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખપદે અશોકભાઈ ભેરવાની પણ બિનહરીફ

બીલીમોરા એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટીની યોજાયેલી ચૂંટણીના પરિણામ 19મી માર્ચે જાહેર થતા તમામ બેઠકો પર ગોવિંદ પટેલની સહકાર પેનલનો અભૂતપૂર્વ વિજય થયો હતો. જે બાદ કોરોનાને કારણે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી આડે વિલંબ સર્જાયો હતો. જે પ્રક્રિયા બુધવાર સવારે જિલ્લા રજીસ્ટ્રાર અધિકારી એચ.આર.પટેલ અને સુરેન્દ્ર ભોયાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાઇ હતી. જેમાં આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ તરીકે ગોવિંદભાઈ પટેલનાં નામની દરખાસ્ત મનુભાઇ પટેલે અને નરેશભાઈ પટેલે ટેકો આપ્યો હતો.

ગોવિંદભાઈના નામની એકમાત્ર દરખાસ્ત આવતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. તે બાદ ઉપપ્રમુખ અશોકભાઈ ભેરવાનીનાં નામની દરખાસ્ત રહેમતુલ્લાખાન પઠાણે અને હરજીતસિંગ લબાનાએ ટેકો આપ્યો હતો. તેમને પણ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જેને પગલે ડિરેક્ટરો, કર્મચારીગણ, ખેડૂતો, સભાસદોમાં આનંદ વ્યાપી ગયો હતો. અમલસાડ યાર્ડમાં કેરી ચીકુ અને બીલીમોરા માર્કેટમાં શાકભાજીનો વેપાર કરનારા ખેડૂતો-વેપારી વર્ગ અને ખરીદી કરનારાઓને ઘરઆંગણે મોટું માર્કેટ મળ્યું છે.

નવા વરાયેલા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ અનેક સહકારી સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. ગણદેવી ખેડૂત સંઘમાં તેમના નેતૃત્વમાં અનેક સિદ્ધિઓ તેમજ વલસાડ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 22 વર્ષથી ડીરેક્ટર અને વિતેલા 19 વર્ષથી વા.ચેરમેનપદે કાર્યરત છે તેમજ અન્ય અનેક સહકારી ક્ષેત્રે આગવી નામના ધરાવે છે. આ ચૂંટણી પ્રસંગે એપીએમસીમાં ખેડૂત વર્ગમાં વિજેતા પીઢ સહકારી અને રાજકીય અગ્રણી મોહન કીકાભાઈ પટેલ (મોરલી) અને વેપારી વર્ગમાં વિજેતા રાજેન્દ્રપ્રસાદ શુક્લનાં અવસાન થયા હતા, તેમને સમગ્ર બોર્ડે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...