તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીમોરા રેલેવે મુખ્ય ફાટક પર ગુડ્ઝ ટ્રેનનું એન્જીન ખોટકાતા રેલવે અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક કન્ટ્રોલ કરવા મથામણ કરવી પડી હતી. મોડી સાંજે બીજું એન્જીન આવતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.બીલીમોરા મુખ્ય રેલવે ફાટક અને ચીમોડિયા નાકા રેલવે ફાટક પરથી હાલ પૂર્વ પશ્ચિમ વિસ્તારનો ટ્રાફિક અવલંબે છે.
હાલ બીલીમોરા ઓવરબ્રિજની કામગીરીને કારણે ગણદેવી ચીમોડિયા નાકાનો માર્ગ બંધ છે એટલે હાલ ટ્રાફિક સરદાર માર્કેટ માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે સુરત તરફથી વલસાડ તરફ જતી એક ગુડ્ઝ ટ્રેનનું એન્જીન બીલીમોરા મુખ્ય રેલ્વે ફાટક પાસે આવી ખોટકાતા બંને ફાટક પર ટ્રાફિક અવરોધાયો હતો. જેને પગલે રેલવે અંડરપાસમાં ટ્રાફિક સર્જાયો હતો. જેને પગલે પોલીસ કામે લાગી હતી. હાલ મુખ્ય રેલવે ફાટક પર ટ્રાફિક વધારે રહેતો હોય તે બધો જ માર્ગ રેલવે અંડરપાસમાં ફંટાયો હતો. જેને પગલે અંડરપાસ વાહનોની લાંબી કતારો લાગી હતી.
મોડી સાંજે વલસાડથી એન્જીન આવી ફાટકની વચ્ચે ખોટકાયેલા ગુડ્ઝ ટ્રેનને ખેંચીને ટ્રેનને વલસાડ લઈ જતા ફાટક પરનો ટ્રાફિક પૂર્વવત બન્યો હતો. રેલવે દ્વારા તુરંત એન્જીન બોલાવી ટ્રેનને આગળ લઈ જતા ટ્રાફિક પૂર્વવત થયો હતો. જોકે આ ગુડ્ઝ ટ્રેન ખોટકાતા બીજી કોઈ ટ્રેનોને અસર થઈ ન હતી કે ટ્રેનો મોડી પડી ન હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.