તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બહેનને મારથી બચાવવા જતાં સાળાને બનેવીએ છરી હુલાવી

બીલીમોરા, ગણદેવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ સુનિલ જયંતિભાઇ હળપતી (ઉ.વ. 24, રહે. સાલેજ, માયાતલાવડી, તા. ગણદેવી)એ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, સોમવારે સાંજે જમી પરવારીને ઘરના ઓટલા ઉપર બેસેલા હતા. તે સમયે તેના કાકાની દીકરીને બનેવી જીજ્ઞેશભાઇ ગાળાગાળી કરી માર મારતો હતો. કલ્પનાબેનને છોડાવવા જતા જીજ્ઞેશભાઇ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો.

ઘટનાની જીજ્ઞેશભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવી
દરમિયાન સુનિલનો નાનો ભાઈ અનિલ તેને છોડાવવા આવેલો ત્યારે જીજ્ઞેશભાઇ ઘરમાં જઈ ચપ્પુ લાવી સુનિલના નાનાભાઈ અનિલને બરડાના ભાગે મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો. હુમલો કરનાર જીજ્ઞેશભાઇ ગમે તેમ ગાળ આપી કહેવા લાગેલો કે, અમારા પતિ-પત્નીના ઝઘડામાં કોઇ પણ વચ્ચે પડશે તો હું તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. આ ઘટનાની જીજ્ઞેશભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...