તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બીલીમોરા ચિમોડિયા નાકા પાસે ગેસ લાઇન શિફટીંગથી બ્રિજની કામગીરી પર બ્રેક લાગી

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના કારણે લોકો પરેશાન
  • 24 મીટર લાંબી લાઈન શિફટીંગ કરી પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલની લાઇન બેસાડાઇ છે

બીલીમોરા છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના કારણે લોકો ભારે તકલીફનો સામનો કરી રહ્યાં છે. જેમ જેમ કામગીરી આગળ વધી રહી છે, તેમ તેમ નડતરરૂપ લાઈન હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ એસ.વી.પટેલ માર્ગ પર પાણીની અને ગટરની લાઈન શિફટીંગ કરવામાં આવી હતી. જે બાદ હવે ગુજરાત ગેસની ભૂગર્ભમાંથી પસાર થતી ગેસ લાઈન હવે નડતરરૂપ નીકળતા હવે તેનું શિફટીંગ કરવામાં આવી રહ્યું છે. ઓવરબ્રિજની કામગીરી સ્થાનિકો તેમજ વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ છે.

બીલીમોરામાં બની રહેલા ઓવરબ્રિજની ચાલતી કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. ચોમાસા દરમિયાન ચાલતી કામગીરીના કારણે આ એસ.વી.પટેલ તેમજ એમ.જી.રોડ પરથી આવન જાવન મુશ્કેલીભર્યું બની જાય છે. છાશવારે મોટા ખાડા ખોદીને રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો પરેશાન થઈ ગયા છે. હવે ચિમોડિયા નાકા પાસે ઓવરબ્રિજના એક કોલમમાં નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇન નડતરરૂપ હોવાથી તે શિફ્ટીંગનું કામ ચાલી રહ્યું છે. 6 ઇંચની મુખ્ય લાઈન ખસેડવામાં આવી રહી છે.

અંદાજીત 24 મીટર લાંબી લાઈન શિફટીંગ કરી હેવી પ્લાસ્ટિક પાઇપ લાઈનની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલની લાઈન બેસાડવામાં આવી રહી છે. જે માટે કંપનીના માણસો કામ કરી રહ્યાં છે. અંદાજીત દોઢ માસથી આ શિફટીંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે મસમોટો ખાડો કરવામાં આવતા ત્યાંના નાના દુકાનદારો, પાનની ટપરી, ચાની લારી, નાસ્તાની લારીવાળાઓએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામ હજુ સપ્તાહ ચાલશે એમ ગેસ કંપનીના અધિકારીઓ જણાવી રહ્યાં છે.

કોઈ સંકલન કે આયોજન વગર કામગીરી શરૂ કરી દેવામાં આવે છે, જેની ભૂલનો ભોગ સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજ બનવા માટે કેટલાય વિઘ્નો આવી રહ્યાં છે. પાલિકા અને ઇજારદારના આયોજન સંકલનના અભાવે લોકો ત્રાસ ભોગવી રહ્યાં છે. અધૂરામાં પૂરું હવે દેસરા ઓવરબ્રિજ શરૂ થયો છે. જેને પગલે દેસરા રેલવે ક્રોસિંગ માઠી અસર પહોંચી છે. ઓવરબ્રિજની કામગીરીમાં સ્થાનિક માર્ગ બંધ થઈ જતા ત્યાંના રહીશો પણ ભારે ત્રાસ ભોગવે છે. ઇમરજન્સી સમયે લોકો તકલીફમાં મુકાય છે.

અન્ય સમાચારો પણ છે...