તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરા ચીમોડિયા નાકા પાસે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પિલરના પાઈલિંગની કામગીરી વેળા જેસીબીથી ખોદકામ વેળા જેસીબીનો પાવડો ગેસ લાઈનને અડી જતાં 90 એમ.એમ.ની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જોરદાર અવાજ સાથે ગેસ નીકળતા ગભરાટ ફેલાયો હતો. ભંગાણને કારણે 600થી વધુ ઘરમાં ગેસ પુરવઠો ખોટકાયો હતો.
હાલ બીલીમોરાના ચીમોડિયા નાકા પાસે ઓવરબ્રિજના પિલરના પાઈલિંગનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન મંગળવારે બપોરે 4 વાગ્યાના અરસામાં કામગીરી વેળા જેસીબીનો પાવડો ભૂગર્ભમાંથી પસાર થતી 90 એમ.એમ.ની મુખ્ય ગેસ લાઈનને અડી જતાં તેમાં ભંગાણ સર્જાયું હતું, અને ગેસના ફુવારા છૂટયા હતાં. અચાનક ભારે દબાણથી ગેસના ફુવારા છૂટતા લોકો ગભરાઈ ગયા હતા. જ્યાં નજીકમાં જ ચાલતી ચાઈનીઝ વાનગીની લારી પર ચાલતો ગેસ બંધ કરાવી દીધો હતો. 10 મિનિટ સુધી ગેસ લિકેજ રહ્યું હતું.ઘટનાને પગલે ગુજરાત ગેસના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ પુરવઠો ખોટકાયો હતો. ભંગાણની જાણ થતાં ગેસ કંપનીના મેઈન્ટેનન્સના માણસોએ ભંગાણ દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.
ગેસ લાઈન લિકેજના કારણે વાતાવરણમાં ગેસની દુર્ગંધ પ્રસરી ગઈ હતી અને ભંગાણના કારણે 600 જેટલા ગેસ કનેકશન પ્રભાવિત થયાં હતાં. જેમાં ચીમોડિયા નાકા, ગાયકવાડમિલ વિસ્તારમાં, વિઠ્ઠલનગર, એમ.જી.રોડ પરની સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ગેસનો પુરવઠો ખોટકાયો હતો. જોકે ગેસ કંપનીના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી રીપેરીંગ કામ હાથ ધરી દેતા થોડા સમયમાં ગેસ પુરવઠો પૂર્વવત થયો હતો, જેના કારણે ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ગેસ ભંગાણના કારણે કોઈ મોટી દુર્ઘટનાં નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.