તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગણદેવીના મેંધરથી જિંગા તળાવની મોટર ચોરી કરનાર ચાર ઝડપાયા

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મરીન પોલીસે રૂ. 1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મેંધર ગામે કોળીવાડના કિરણ પટેલ જિંગા ઉછેરનો વ્યસાય કરે છે. આ 6 તળાવમાં જિંગાને ઓક્સિજન પૂરો પાડવા એરેટર મોટર સાથે ફીટ કરાઈ હતી. કિરણભાઈએ તમામ 23 મોટર તળાવમાંથી કાઢીને પતરાના શેડમાં મુકી હતી. દરમિયાન તેઓને 15 નંગ મોટર ઓછી જણાઇ આવી હતી. જેથી તેમણે આસપાસ તપાસ કરતાં આ મોટરોની ભાળ મળી ન હતી. દરમિયાન ધોલાઈ મરીન પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બે મોટર લઈને તસ્કરો જતા હતા એટલે તેઓ પોલીસને જોઇ સ્થળ પર જ મોટર મૂકીને ભાગી છૂટ્યાં હતા.

પોલીસે બંને મોટરો મરીન પોલીસમાં જમા કરી દીધી હતી. આ વાત કિરણ પટેલના ધ્યાને આવતા તેઓએ પોલીસ સ્ટેશન જઈ તેમની ચોરાયેલી મોટરો પૈકીની હોવાનું જણાવ્યું હતું. કિરણ પટેલે તેમની 15 નંગ મોટરો ચોરી થઈ હોવાની ફરિયાદ તેમજ હાલ બીલીમોરા રહેતા અને મેંધરમાં જિંગા તળાવ ધરાવતા કૃષ્ણકુમાર ટંડેલની પણ રૂ. 1.12 લાખની 14 નંગ મોટર ચોરાઈ હોય મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મોટર ચોરીમાં સંડોવાયેલા બાબુ યાદવ (રહે. તલોધ), ઈબરાર શેખ (રહે.બીલીમોરા), ગોહર હિદાયતઉલ્લા દિલાવર પઠાણ (બીલીમોરા) તથા ભૌમિક ઉર્ફે રામલો પટેલ (રહે છાપર)ને ઝડપી પાડયાં હતા. પૂછપરછમાં તેઓએ 29 મોટર કિંમત રૂ. 4.12 લાખ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેમાંથી મરીન પોલીસે તેઓ પાસેથી 14 નંગ મોટર કિંમત રૂ. 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. મરીન પીઆઈ એમ.બી.રાઠોડ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...