અકસ્માત મોત:બીલીમોરા પાલિકાના માજી પ્રમુખે ટ્રેન સામે પડતું મૂક્યું, પાલિકા પ્રમુખ તરીકે અઢી વર્ષ સેવા આપી હતી

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક નારણભાઇ પટેલ - Divya Bhaskar
મૃતક નારણભાઇ પટેલ
  • આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાની ચર્ચા

બીલીમોરા પાલિકાના માજી પ્રમુખ નારાયણભાઇ પટેલે કોઇક અગમ્ય કારણોસર અમદાવાદ-ચેન્નાઇ સુપર એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બીલીમોરા રેલવલે પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાર્યવાહી હાથ ધરી. બીલીમોરા નગરપાલિકાના માજી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર નારણભાઇ સુખાભાઈ પટેલ (ઉ.વ. 78, રહે. સોમનાથ રોડ, કોળી પટેલ સમાજ વાડી સામે, બીલીમોરા)એ સોમવારે બપોરે ટ્રેન સામે પડતું મૂકી મોત વ્હાલું કરતા ચકચાર મચી ગઈ હતી.

સોમવારે બપોરે બે વાગ્યે બીલીમોરાથી મુંબઈ તરફ અપલાઇન પરથી પસાર થતી અમદાવાદ-ચેન્નાઇ સુપર એક્સપ્રેસ ટ્રેન સામે બીલીમોરા અને જોરાવાસણ વચ્ચેની કાવેરી નદીના ઉત્તર ભાગે ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. એક જાણકારી મુજબ તેઓ આપઘાત આગાઉ બેવાર રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા પણ સ્થાનિકોએ તેમને અટકાવ્યા હતા.

તેઓ ત્રીજીવાર નજર ચૂકવી રેલવે ટ્રેક પર પહોંચી આપઘાત કરી લીધો હતો. નારણભાઇ બીલીમોરા નગરપાલિકામાં 9મી નવેમ્બર 1990થી 20મી જાન્યુઆરી 1992 સુધી પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. ચાર વર્ષ પહેલા તેમના પત્નીનું અવસાન થયું હતું અને તેમનો મોટો પુત્ર પણ હયાત નથી. તેમનો એક પુત્ર હાલ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેઓ બે વખત બીલીમોરા નગરપાલિકાના ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા હતા.

નારણભાઈએ આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યુ હોવાનું કહેવાય છે. ટ્રેનની ટકકર લાગતા તેમનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું હતું અને તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. માત્ર મોઢાનો ભાગ જ સારી હાલતમાં હતો. ટ્રેનની ટક્કર વાગતા આસપાસના સ્થાનિકો દોડી આવતા તેમની ઓળખ કરી તેમના પરિવારને જાણ કરતા તેમન પરિવારના સભ્યો તેમજ પાલિકા સભ્ય મલંગભાઈ, સુભાષભાઈ, તેમજ વિરલભાઈ (લાલાભાઈ), જતીનભાઈ બીલીમોરા રેલવે આઉટપોસ્ટ પોલીસે પહોંચ્યા હતા. બીલીમોરા રેલવે પોલીસે અકસ્માત મોત નોંધ કરી આગળની કાર્યવાહી શાંતારામભાઈ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...