તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજપોશી:બીલીમોરા પાલિકાની નવી ટર્મ માટે 12 સમિતિની રચના

બીલીમોરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારબારી ચેરમેન પદે સુચિતાબેનની તાજપોશી

પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની આગામી અઢી વર્ષની વરણી બાદ શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં આગામી અઢી વર્ષ માટે અલગ અલગ 12 કમિટીના અધ્યક્ષની વરણી કરાઈ હતી. ફાયર એન્ડ લાઈટ કમિટીને અલગ અલગ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બીજી 3 નવી સમિતિ રચવામાં આવી હતી. જોકે નવી સમિતિ મંજૂરી બાદ પોતાનું કામકાજ શરૂ કરી શકશે. મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેનપદે સુચેતાબેન દુષાણે, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન યતીન મિસ્ત્રી અને ટી.પી. કમિટીના ચેરમેનપદે મુકેશ પટેલની વરણી કરાઈ હતી.

બીલીમોરા પાલિકામાં શુક્રવારે સાંજે નવનિયુક્ત પાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રીની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આગામી અઢી વર્ષ માટે 12 કમિટીના ચેરમેન અને કમિટી સભ્યની વરણી કરાઈ હતી. જેમાં પ્રથમ ગતસભાની મિનિટ્સ વાંચણે લેતા વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા સમિતિ રચનામાં મહત્વની ગણાતી એવી કારોબારી સમિતિના ચેરમેનપદે સુચેતાબેન દુષાણે, જાહેર બાંધકામ સમિતિના ચેરમેનપદે યતીનભાઈ મિસ્ત્રી અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનપદે મુકેશભાઈ પટેલની વરણી કરાઈ હતી.

જે બાદ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે નરેશભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિના ચેરમેનપદે મનિષાબેન પટેલ, ફાયર સમિતિના ચેરમેન મનિષ પટેલ, વોટર વર્કસ કંટ્રોલિંગ સમિતિના ચેરમેન રમીલાબેન ભાદરકા, શાળા સમિતિના ચેરમેન તેજલબેન જોશી, લાઈટ સમિતિના ચેરમેન પીનાબેન પટેલ, સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રંજનબેન દેસાઈ, મહેકમ સમિતિના ચેરમેનપદે સુમનલતાબેન વર્મા અને ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ કમિટી ના ચેરમેનપદે કલાવતીબેન પટેલની નિમણૂક કરાઈ હતી.

જે બાદ શાસક પક્ષના નેતા તરીકે હરીશભાઈ ઓડ અને શાસક પક્ષના દંડક તરીકે મંજુબેન પટેલની નિમણૂક કરાઈ હતી. જે બાદ કારોબારી કમિટીમાં 11 સભ્ય અને બીજી બધી કમિટીમાં 7-7 સભ્યની નિમણૂંક કરાઈ હતી. જે બાદ આગળના કામમાં કારોબારી સમિતિને રૂ. 50 હજારના અને બીજી અન્ય સમિતિને 25 - 25 હજારના બીલની મંજૂરીની સત્તા આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ નવી કમિટીના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

નવી કમિટી મંજૂરી વિના ખર્ચ કેવી રીતે કરશે?
સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક સમિતિ, મહેકમ સમિતિ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ કમિટી નવી બનાવવામાં આવી હતી. જ્યારે અગાઉ ચાલતી ફાયર એન્ડ લાઈટ કમિટીને અલગ-અલગ કરી લાઈટ કમિટી અને ફાયર કમિટી બનાવવામાં આવી હતી. આ નવી કમિટીની રચના અંગેની મંજૂરી અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો તેમજ નવી સમિતિ મંજૂરી વગર કઈ રીતે ખર્ચ કરી શકશે તે અંગે પણ સવાલો પૂછ્યો હતો. આ અંગે અધિકારીઓ સ્પષ્ટતા કરતા અસમંજસમાં મુકાયા હતા.

મહેકમ કમિટીના ચેરમેન પદે પાર્વતીબેનના નામની દરખાસ્ત પણ બન્યા સુમનલતાબેન
નવી બનાવેલ મહેકમ કમિટીના ચેરમેન તરીકે પ્રથમ પાર્વતીબેન પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ પાર્વતીબેન પટેલે ચેરમેન તેમજ કોઈપણ કમિટીના સભ્ય તરીકે નિમણૂક અંગે અગાઉથી જ ના પાડી દીધી હોય જે બાદ સુમનલતાબેન વર્માને મહેકમ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક આપી હતી.

અન્ય સમાચારો પણ છે...