જનજીવન ખોરવ્યુ:ગણદેવી તાલુકામાં પૂરના પાણી ઓસરતા સાફસફાઇ હાથ ધરાઇ

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાય લોકોના ઘરોમાં પાણી ફરી વળતા કીચડ થઈ ગયુ

ગણદેવી તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદે લોકોનું સમાન્યજનનું જનજીવન ખોરવ્યુ હતું. ઉપરવાસમાં અને ગણદેવી તાલુકામાં અતિભારે વરસાદને પગલે લોકમાતા અંબિકા, કાવેરી, પનિહારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીઓમાં પૂરને પગલે નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. રહેણાંક વસાહતો સોસાયટીઓમાં પાણી ભરાતાં જીવનજરૂરી ઘરવખરી પલળી ગઇ હતી.

અનેક જગ્યાએ રોપણી કરાયેલ ધરું ધોવાયું હતું. અનેક ઘરોમાં પૂરના પાણી ઓસર્યા પણ પોતાની પાછળ નુકસાની છોડી જતાં લોકોની મુશ્કેલી વધી હતી. અનેક ઘરોમાં ચગુ કાદવ-કીચડ ફરી ગયું તો માર્ગો પર ચગુ ફરતા માર્ગો લપસણા બન્યાં હતા. અંબિકા નદી સાંજે 20.50 ફૂટે તેમજ કાવેરી નદી 15 ફૂટે વહેતી થઈ હતી.

બુધવાર સાંજે 4 કલાકે વીતેલા 24 કલાકમાં વધુ 61 મિમી દોઢ ઇંચ વરસાદ સાથે મોસમનો 902 મિમી (36.07 ઇંચ) વરસાદ નોંધાયો હતો. પૂરના પાણી ઉતરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી નરેશ પટેલ, નવસારી જિલ્લા કલેક્ટર અમિત યાદવ તેમજ અધિકારીઓએ પૂર પ્રભાવિત બીલીમોરા વાડીયા શિપયાર્ડની મુલાકાત લીધી હતી. તે બાદ અમલસાડ અંબિકા પુલ ઉપરથી ઘોલના પુલ અંગે માહિતી મેળવી હતી. દેવધા ગામે જઈ પૂરના પાણીથી થયેલી તારાજી અંગે જાતમાહિતી મેળવી જરૂરી તમામ સહાય કરવા તંત્રને આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...