હાલાકી:બીલીમોરા પાલિકાની મચ્છી માર્કેટ લોકાર્પણના 6 વર્ષ બાદ પણ સુમસામ

બીલીમોરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીવાડ સુભાષચોક ખાતે રૂ. 45.73 લાખના ખર્ચે માર્કેટ બનાવાઇ હતી

બીલીમોરા નગરપાલિકા દ્વારા સુભાષચોક ખાતે જૂની જર્જરિત મચ્છી માર્કેટની જગ્યાએ 6 વર્ષ અગાઉ રૂ. 45.73 લાખના ખર્ચે મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 29મી નવેમ્બર 2014ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મચ્છી માર્કેટનું 30મી સપ્ટેમ્બર 2016ના રોજ તત્કાલિન પ્રમુખ સુમનલતાબેન વર્માના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ લોકાર્પણને છ વર્ષો વિતી જવા છતાં હજુ સુધી આ લાખોના ખર્ચે નવી બનેલી મચ્છીમાર્કેટ ઉપયોગ શરૂ થયો નથી. આટલો લાંબો સમય વિતી જવા છતાં મચ્છી વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ અને પાલિકા વચ્ચે અહીં શા માટે નહીં બેસે તે અંગે સમાધાન નહીં થતાં હજુ આ મચ્છી માર્કેટ ધૂળ ખાઈ રહી છે.

આ મચ્છી માર્કેટ શરૂ કરાવવા પાલિકા અને મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ અને વ્યાપારીઓ સાથે વાટાઘાટો યોજી પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવે એવી જરૂરિયાત વર્તાઈ રહી છે. ખાતમુહૂર્તથી આજદિન સુધીમાં બીલીમોરા પાલિકામાં ચાર પ્રમુખ બદલાઈ ચૂક્યાં છે ત્યારે હવે આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...