તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અમદાવાદ એરપોર્ટમાં નોકરીના બહાને આઠ લાખ પડાવી લીધા

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણા અને બિહારના 3 એજન્ટોનું કારસ્તાન
  • નાણા પરત માંગતા ધમકી આપી, બીલીમોરામાં ફરિયાદ

નવસારીના ગણદેવી તાલુકાના 4 અને ભાવનગરના 1 મળી 5 યુવકને દિલ્હી, અમદાવાદ, ગોવાના એરપોર્ટ પર કસ્ટમર સર્વિસ એજન્ટ તરીકે નોકરી આપવાના બહાને 3 એજન્ટે કુલ 8.30 લાખ ભરાવી નોકરી ન અપાવી છેતરપિંડી કરી છે. ભોગ બનનાર યુવાનોએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ કરી છે.

અમલસાડના માછીયાવાસણમાં રહેતા 21 વર્ષીય મુઝમ્મલ મખદુમઅલી કાદરી, રાજ ભીખુ આહિર (ઉ.વ. 20, રહે. વણગામ, નવાકૂવા ફળિયા), પ્રીત અમ્રત પટેલ (ઉ.વ. 19, અમલસાડ દુર્ગાનગર), યજ્ઞેશ પંકજ જોષી (ઉ.વ. 25, આમરી ગામ, નવસારી), ધ્રુવ મુકેશભાઈ ઘોરી (ઉ.વ. 22, રહે. કરોયકા, ભાવનગર) મિત્રો થતા હતા. અભ્યાસ બાદ નોકરીની શોધમાં હતા. ત્યારે રાજનો પોતાના ગામના એજન્ટ સાથે સંપર્ક થતા વિવિધ એરપોર્ટ પર નોકરીની વાત કરી અન્ય સુરતના પુણામાં રહેતા અને અન્ય એક બિહારના એજન્ટ સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ નોકરી અપાવવાના બહાને અન્ય 2 એજન્ટે યુવાનોને બેંક ખાતાના નંબર આપી નોકરી માટે પૈસા ભરવાનું જણાવ્યું હતું.

મુઝમ્મલને અમદાવાદ એરપોર્ટ પર નોકરી માટે કુલ રૂ. 2.70 લાખ, રાજ આહીરને ગોવા એરપોર્ટ પર નોકરી માટે રૂ. 1.20, પ્રીત પટેલને દિલ્હી એરપોર્ટ પર નોકરી માટે રૂ. 1.50 લાખ ભરાવ્યાં, યજ્ઞેશ જોષીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી માટે રૂ. 1.40 લાખ અને ધ્રુવ ઘોરીને પણ અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવાના બહાને 1.20 લાખ ભરાવી નોકરી ન અપાવી છેતરપિંડી કરી હતી. પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...