નિમણુંક:બીલીમોરા ઈન્ડિયન મેડિ.એસો.ના પ્રમુખપદે ડો.કેતન માંડલિયા

બીલીમોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલોપેથીક તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન બીલીમોરા શાખાના વર્ષ 2020-21 માટે હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખપદે બીલીમોરાનાં યુવા તબીબ ડો.કેતન માંડલિયા, સેક્રેટરીપદે ડો. કેતન મહેતા અને ખજાનચીપદે ડો. કમલેશ પટેલની સર્વાનુમતે વરણી કરાતા તબીબી આલમમાં આનંદ વ્યાપી ગયો હતો.

બીલીમોરા શાખા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની વર્ષ 2020-21 માટે વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખપદે બીલીમોરા માંડલિયા હોસ્પિટલના યુવા ઉત્સાહી તબીબ ડો.કેતન એ. માંડલિયા, સેક્રેટરીપદે ચીખલીની ચિરંજીવી હોસ્પિટલના તબીબ ડો. કેતન મહેતા અને ખજાનચીપદે ચીખલી વાત્સલ્ય હોસ્પિટલના તબીબ ડો. કમલેશ પટેલની સર્વાનુમતે વરણી થતા તબીબ આલમમાં આનંદ વ્યાપી ગયો હતો.

આ સંગઠનમાં બીલીમોરા, અમલસાડ, ચીખલી, વાંસદા, આહવા, સાપુતારા, ડાંગ સહિત 190 જેટલા તબીબો મેડિકલ શ્રેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે. વિતેલા પાંચ દાયકાથી તબીબી ક્ષેત્રે તેમનું મહત્તમ યોગદાન રહ્યું છે. પ્રમુખ કેતન માંડલિયા નેતૃત્વમાં બીલીમોરા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...