નિરાકરણ:દેવધા ડેમના દરવાજા બંધ કરાતા ડેમ છલકાયો, બીલીમોરા પંથકમાં પાણીની સમસ્યા હલ થશે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમના અપસ્ટ્રીમમાં 6.40 મિલિયન કયુબિક મીટર જેટલો પાણીનો જથ્થો એકત્ર કરાયો

ગણદેવી તાલુકાના દેવધા ડેમના દરવાજા બંધ થતાં ડેમ છલોછલ ભરાઈ જઈ છલકાયો છે. ગણદેવી તાલુકાની જીવાદોરી સમાન દેવધા ડેમના તમામ દરવાજા 2 દિવસ અગાઉ બંધ કરાયા હતા. જેને પગલે પંથકમાં સર્જાતી પીવાના પાણીની સમસ્યા મહદંશે હલ થઈ છે.

ગણદેવી તાલુકા માટે દેવધા ડેમ એક આશીર્વાદ સમાન છે. વરસાદ બંધ થવા સાથે ડેમનું સંગ્રહિત થયેલું પાણી ઝડપભેર નકામુ દરિયામાં વહી રહ્યું હતું. ચોમાસામાં સાવચેતીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવે છે. જેથી ડેમમાં નવા પાણીનો સંગ્રહ થઈ શકે. ડેમના ઉપર અને નીચે મળી કુલ 40 દરવાજા બે દિવસ અગાઉ બંધ કરાયા હતા. જેથી પાણીનો સંગ્રહ થવાનું શરૂ થયું હતું. આ સાથે નદીના કેચમેન્ટ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસતા પાણીનો આવરો વધ્યો હતો. ડેમના દરવાજા બંધ થતાં મંગળવારે ડેમ છલકાયો હતો અને સોળે કલાએ ખીલી ઉઠ્યો હતો અને નયનરમ્ય નજારો માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. બીજી બાજુ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વિશાળ જળસંગ્રહથી તાલુકાના ખેતી-ઉદ્યોગ સહિત પીવાના પાણીની સમસ્યા હલ થશે. ડેમના કેચમેન્ટ વિસ્તારની વેંગણિયા અને પનિહારી નદી પણ છલકાઈ છે.

પરિણામે બંધારા પુલ ધોબીઘાટ પણ ફરી સજીવન બન્યા છે. દેવધા ગામે અંબિકા નદી ઉપર વર્ષ-2002માં 19 કરોડના ખર્ચે દેવરા ડેમ દેવ સરોવર પરિયોજના સાકાર થઈ હતી. 500 મીટર લાંબા અને પાંચ મીટર પહોળા ડેમમાં એક એક મીટરના 40 દરવાજા છે જે પૈકી ડેમના અપસ્ટ્રીમમાં 6.40 મિલિયન કયુબિક મીટર જેટલો વિશાળ ભંડાર એકત્ર કરી શકાય છે. વર્તમાન વર્ષે તાલુકામાં 73.60 ઇંચ (1840 મિમી) વિપુલ પ્રમાણમાં જળભંડાર દરેક લોકોને ઉપયોગી બની શકે.

દેવધા ડેમ 28 ગામને સીધી અસર કરે છે
ગણદેવી તાલુકાના ભાઠા ગામે આવેલ દેવધા જૂથ પાણી પુરવઠા યોજના પણ દેવધા ડેમ પર જ આધાર રાખે છે. તે સાથે બીલીમોરા નગરપાલિકાના દેવધા ઇન્ટેકવેલ અને ગણદેવી નગરપાલિકાના ધમડાછા અંબિકા નદીમાં પાણીનો ઠેલો લાગતા કાંઠે આવેલ ઇન્ટેલ વેલ પણ દેવધા ડેમ પણ મહદંશે આમ દેવધા ડેમ એ પંથકના 28 જેટલા ગામોને સીધેસીધું અસર કરે છે. સમગ્ર પંથકમાં આ ડેમ આશીર્વાદરૂપ છે. ડેમ છલકાતા પંથકમાં પણ આનંદ પ્રસર્યો છે.

અન્ય સમાચારો પણ છે...