આપઘાત:દેસરાની યુવતીએ ઘરમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

બીલીમોરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું

બીલીમોરા નજીકના દેસરા સાંઈનાથ નગરમાં રહેતી 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર તેના જ ઘરમાં છતની લોખંડની એંગલ સાથે ઓઢણીથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે તેના મૃત્યુ પાછળનું રહસ્ય જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.દેસરાના સાંઈનાથનગરમાં રહેતી પાયલ વિપુલભાઈ દેસાઈ (ઉ.વ. 22)એ કોઈક અગમ્ય કારણસર તેના જ ઘરમાં છતની એંગલ સાથે ઓઢણી વડે ફાંસો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. પાયલે આત્મહત્યા કરવા માટે સ્ટૂલ ઉપર ઊભી રહી જઈને સ્ટુલને ધક્કો મારતા તેનું શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યું હતુ.

સ્ટૂલનો પડવાનો અવાજ તેની કાકી યોગીતાબેન ચિરાગ દેસાઈને આવતા તેઓ દોડી ગયા હતા. જ્યાં પાયલને લટકતી જોતા તેઓ એકદમ ગભરાઇ ગયા હતા. બુમાબુમ કરતા આજુબાજુ રહેતા લોકો દોડી આવતા દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો.

જ્યાં તેના શ્વાસ ચાલતા હોય પાયલને નીચે ઉતારીને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પાયલના પિતા વિપુલ પ્રવિણભાઈ દેસાઈનું પાંચ વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને હવે પુત્રી પાયલે અવિચારી પગલું ભરી લેતા માતા મિનાબેન અને પુત્ર પ્રેગ્નેશ સહિત પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘટના સંદર્ભે બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...