અકસ્માતની ભીિત:બીલીમોરા રેલવે અંડરપાસમાં ફીડર રોડ તરફ જતો માર્ગ જોખમી

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંક્રીટ નાખવામાં વેઠ ઉતારાતા અકસ્માતની ભીિત સર્જાઇ

બીલીમોરા રેલવે અંડરપાસમાંથી ફીડર રોડ તરફ નીકળતા માર્ગ પર ખુલ્લો પાઈપ બંધ કરવા પાલિકાએ કોંક્રિટ નાંખી વેઠ ઉતારી હવે આ કોંક્રિટ જોખમી બનતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.બીલીમોરા પૂર્વ તરફ અંડરપાસમાંથી જે.જે. સ્કૂલ ફીડર રોડ તરફ જતા માર્ગ પર થોડો સમય અગાઉ ગટરનો એક પાઈપ ખુલ્લો થઈ જતા આ પાઇપની સપાટી લીસી થઈ છે, જેના કારણે વાહન ચાલકો પડી જવાના પણ ઘણા બનાવો બન્યા હતા.

જે અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ પાલિકાએ આ પાઇપ ઢાંકવા કોંક્રિટ નાખ્યું હતું પરંતુ આ કોંક્રિટ નાંખવામાં વેઠ ઉતારતા આ માર્ગ જોખમી બન્યો છે. કોંક્રિટ નીકળી જવાને કારણે લોકોને પોતાના વાહનો લઈ જવાના તકલીફ પડી રહી છે. જેમાં મુખ્યત્વે બાઈક ચાલકોએ ભારે તકલીફ વેઠવી પડી રહી છે. આ માર્ગ તૂટી જવાના કારણે અકસ્માતની સંભાવના પણ રહેલી છે. આ બાબતે નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકા તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કામગીરી કરી તકલીફ દૂર કરે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...