તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરા નજીકના આંતલિયા ગામે આવેલા માહ્યાવંશી ફળિયા પાસે ચાલતા અનઅધિકૃત કારખાનાના કારણે આસપાસના રહીશો ભારે શારિરીક તેમજ તકલીફ વેઠી રહ્યા છે. કારનાખનાના કારણે થતી તકલીફ બાબતે સ્થાનિકોએ કરેલી ફરિયાદ બાદ ગણદેવી ટીડીઓ દ્વારા કારખાના બંધ કરવાના હુકમ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકો કપરી સ્થિતિમાં મુકાયા છે. વહેલી તકે હુકમનો અમલ થાય એવું લોકો જણાવી રહ્યા છે.
બીલીમોરા નજીક આવેલ આંતલિયા ગામના માહ્યાવંશી ફળિયા પાસેના રહેઠાણ અંગેના પ્લોટ (સરવે નં.62 પૈકી)ના પ્લોટમાં અલગ અલગ કારખાનાઓ ધમધમી રહ્યા છે. જેમાં લેથ મશીન, ફળના રસ, ઓઇલ પેકિંગ તેમજ ઇલેક્ટ્રિકના કારખાના ચાલી રહ્યા છે. આ કારખાનાને કારણે સ્થાનિકોને તકલીફ પડતા આ બાબતે આ જગ્યાના સ્થાનિક મુકેશભાઈ શામજીભાઈ ગ્રામી (રહે. માહ્યાવંશી મહોલ્લો, આંતલિયા) દ્વારા આંતલિયા ગ્રામ પંચાયતથી લઈ ઉચ્ચ કક્ષાએ તેમજ મુખ્યમંત્રી સુધી તેમને પડતી તકલીફ બાબતે ફરિયાદ રૂપે કુલ અલગ અલગ 45 જેટલી અરજી કરી હતી. જેમાં આ અનઅધિકૃત કારખાના સવારે 7થી રાત્રે 8 કલાક સુધી ધમધમતા હોવાનું અને તેમાં 15-20 જેટલા પરપ્રાંતીય હોવાનું જણાવ્યું હતું.
આ વિસ્તારમાં સતત ઘોંઘાટ રહે છે. તેમજ મોટા અવાજે અશોભનીય ભાષા પણ વાતો દરમિયાન આવે છે. ફળના રસ કાઢવાના કારખાનાને કારણે તેની બનાવટને કારણે દુર્ગંધ ફેલાય છે તેમજ સ્વચ્છતાના અભાવે માખી મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાય છે. રહેણાંક વિસ્તારમાં ચાલતા વ્યાવસાયિક કારખાનાઓ દેખીતી રીતે અનઅધિકૃત હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમજ રહેણાંક વિસ્તારમાં રહેતી મહિલાઓ, બાળકો વિદ્યાર્થીઓને પણ આ કારણે તકલીફ પડે છે. આ બધા કારખાનાઓના કારણે ભારે તકલીફ પડી રહી હોવાના કારણે તેને બંધ કરાવી સ્થાનિકોને થઈ રહેલ મુશ્કેલીઓ દુર કરવા માટે આ અરજીમાં માંગ કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે
અગાઉ ટીડીઓ દ્વારા આ કારખાના સામે કાર્યવાહી માટે ડીએસપી કચેરીમાં સીધો પત્ર મોકલી પોલીસ બંદોબસ્ત માંગતા પોલીસ ફાળવણી કરવામાં આવતી હતી પરંતુ હાલ અમારે ડીડીઓ મારફત અરજી કરી પોલીસ બંદોબસ્ત ફાળવવા માટેની પ્રક્રિયા કરવાની હોય તે કામગીરી લંબાઈ છે. હવે તે અંગેની કાર્યવાહી ટૂંક સમયમાં કરાશે. > પ્રતીક ચૌધરી, ઇનચાર્જ ટીડીઓ, ગણદેવી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.